World Cup 2019: ગંભીરે ટીમ ઈન્ડિયાની મોટી ખામીને કરી ઉજાગર, પડી શકે છે ભારી

નવી દિલ્હી | May 15, 2019, 17:58 IST

ભારતીય વર્લ્ડ કપ ટીમની મોટી ખામી ગૌતમ ગંભીરે ઉજાગર કરી છે. જે તેના પ્રમાણે ટીમને ભારે પડી શકે છે.

World Cup 2019: ગંભીરે ટીમ ઈન્ડિયાની મોટી ખામીને કરી ઉજાગર, પડી શકે છે ભારી
ગૌતમ ગંભીરને ટીમમાં લાગે છે આ ખામી

ક્રિકેટરમાંથી નેતા બનેલા ગૌતમ ગંભીરે વર્લ્ડ કપને લઈને ટીમને લઈને નિશાન સાધ્યું છે. ગંભીરે ટીમની એક મોટી ખામીને ઉજાગર કરી છે. ગૌતમ ગંભીરનું માનવું છે કે ટીમ ઈન્ડિયામાં એક ક્વૉલિટી ફાસ્ટ બૉલરની કમી છે. બે વખતની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં 5 જૂને સાઉથેમ્પટમાં પોતાનો પહેલો મુકાબલો સાઉથ આફ્રિકાની સામે રમશે.

વર્ષ 2007માં ટી20 અને વર્ષ 2011માં ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતાડનારા બેટ્સમેન ગંભીરે કહ્યું કે, "હું વિચારું છુંકે ટીમમાં એક ક્વૉલિટી પેસરની કમી છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને વધુ સપોર્ટની જરૂર છે. તમે કહી શકો છો કે ભારતની પાસે ઑલરાઉન્ડરના રૂપમાં હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ જેવા ફાસ્ટ બોલર્સ છે. પણ હું તેમના પર ભરોસો નથી કરી શકતો. આ ખેલાડી ટીમની સંયોજના માટે એકદમ યોગ્ય છે."

સિએટ ક્રિકેટ રેટિંગ ઈંટરનશનલ અવૉર્ડ પર સંબોધન કરતા ગંભીરે આ સવાલો કર્યા છે. જો કે, ગંભીરને ટીમ પર હજુ પણ ભરોસો છે. ઈસ્ટ દિલ્હીથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી રહેલા ગંભીરે કહ્યું કે, "આ ખૂબ જ સારી ટૂર્નામેન્ટ છે કારણ કે ટીમને દર બીજી ટીમ સાથે લડવા મળશે. રોબિન રાઉન્ડ ફોર્મેટ રિઅલ ચેમ્પિયન આપશે. હું માનું છુંકે આ પ્રકારના ફોર્મેટમાં વર્લ્ડ કર થાય."

આ પણ વાંચોઃ World cup 2019: દ.આફ્રિકા જેવી ટીમના ખેલાડીઓ દરેક વર્લ્ડ કપમાં રોયા છે

વર્લ્ડ કપ 2019માટે ગૌતમ ગંભીરે ભારતની સાથે-સાથે ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને પોતાની પસંદગીની ટીમમાં સામેલ કર્યા છે. ગંભીરનું માનવું છે કે આ સમયે ઑસ્ટ્રેલિયા પાસે સારી બૉલિંગ લાઈનઅપ છે. તો, ઈંગલેન્ડને યજમાનીનો ફાયદો મળી શકે છે. સાથે જ ન્યૂઝીલેન્ડે છેલ્લા કેટલાક સમયમાં સારું પ્રદર્શન કર્યું છે. જે કારણે ન્યૂઝીલેન્ડ પણ ફેરફાર કરી શકે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK