World cup 2019:ભારતની ટીમ સ્ટ્રૉન્ગ છે, અમારે રમત સુધારવી પડશે : ફૅફ ડુ પ્લેસી

લંડન | Jun 04, 2019, 12:14 IST

આવતી કાલે ભારતનો પહેલો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે. સાઉથ આફ્રિકા પોતાની પહેલી બે મૅચમાં ઇંગ્લૅન્ડ અને બંગલા દેશ સામે પરાજયનો સામનો કરી ચૂક્યું છે. બન્ને મૅચોમાં દક્ષિણ આફ્રિકા ૩૦૦થી વધારેનો ટાર્ગેટ ચેઝ કરવામાં અસફળ રહી હતી.

World cup 2019:ભારતની ટીમ સ્ટ્રૉન્ગ છે, અમારે રમત સુધારવી પડશે : ફૅફ ડુ પ્લેસી
ફાફ ડુ પ્લેસીસ

આવતી કાલે ભારતનો પહેલો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે. સાઉથ આફ્રિકા પોતાની પહેલી બે મૅચમાં ઇંગ્લૅન્ડ અને બંગલા દેશ સામે પરાજયનો સામનો કરી ચૂક્યું છે. બન્ને મૅચોમાં દક્ષિણ આફ્રિકા ૩૦૦થી વધારેનો ટાર્ગેટ ચેઝ કરવામાં અસફળ રહી હતી.

સાઉથ આફ્રિકાના બોલર્સે ખરાબ બોલિંગ કરતાં બંગલા દેશે વર્લ્ડ કપમાં પોતાનો સૌથી મોટો સ્કોર ૩૩૧ રન બનાવ્યો હતો. ત્યાર બાદ સાઉથ આફ્રિકાના બૅટ્સમેનો આ લક્ષ્યાંક પાર પાડવામાં પણ અસફળ રહ્યા અને ટીમે ૨૧ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બંગલા દેશ સામેની હાર બાદ આફ્રિકાનાં કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીએ કહ્યું કે ‘અમે વિશ્લેષણ કરીશું અને જોઈશું કે ટીમનું મનોબળ કેવી રીતે વધારવું? ભારતની ટીમ ઘણી મજબૂત છે અને એક ટીમ તરીકે અમને ખબર છે કે અમે સારું નથી રમી રહ્યા.

આ પણ વાંચોઃ World Cup 2019: ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવી જોઈએ:ગાવસકર

અમારે આ સ્થિતિને બદલવી પડશે.’ સતત બે હારથી ટીમ પહેલાંથી જ પરેશાન છે અને તેના ખેલાડીઓની ઈજા ટીમની ચિંતામાં વધારો કરી રહી છે. અનુભવી બોલર ડેલ સ્ટેન ખભાની ઈજામાંથી બહાર આવી રહ્યો છે તો યુવા ઝડપી બોલર લુંગી એન્ગિડીને હમસ્ટ્રિંગની સમસ્યા છે. ડુ પ્લેસીએ કહ્યું કે ‘અમારી પાસે બે ફાસ્ટ બોલર છે અને ક્રિસ મોરિસ પણ ઝડપી બોલિંગનો ઑપ્શન છે. અમે સવર્‍શ્રેષ્ઠ કૉમ્બિનેશન સાથે ઊતરીશું.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK