World Cup: સોશિયલ મીડિયા પર શરુ થઈ ગઈ ભારત-પાકિસ્તાન મેચ

Jun 14, 2019, 11:17 IST

ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ માટેની તૈયારીઓ માત્ર બન્ને ટીમોના પ્લેયર જ નથી કરતા તેમની સાથે તેમના ચાહકો પણ ખાસ તૈયારી કરતા હોય છે. વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 16 જૂને ફાધર્સ ડેના દિવસે રમાવા જઈ રહી છે

World Cup: સોશિયલ મીડિયા પર શરુ થઈ ગઈ ભારત-પાકિસ્તાન મેચ
ફાઈલ ફોટો

ICC World Cup માં સામાન્ય રીત સૌથી મોટી મેચ હોય છે ટુર્નામેન્ટની ફાઈનલ પરંતુ તેના કરતા પણ કોઈ સૌથી મોટી મેચ હોય તો તે છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ. ભારત અને પાકિસ્તાનની રાઈવલરી ઘણી જૂની છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ માટેની તૈયારીઓ માત્ર બન્ને ટીમોના પ્લેયર જ નથી કરતા તેમની સાથે તેમના ચાહકો પણ ખાસ તૈયારી કરતા હોય છે. વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 16 જૂને ફાધર્સ ડેના દિવસે રમાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પહેલાથી જ મેચ શરુ થઈ ગઈ છે. ભારત પાકિસ્તાન વચ્ચેની મેચના કેટલાક ફની ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના રોમાંચમાં વધારો કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર શરૂ થઇ મેચ !

આમ તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના 2 દિવસ બાકી છે જો કે,ભારત અને પાકિસ્તાન મેચનો ઉત્સાહ અત્યારથી જોઈ શકાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોડ મેદાન પર રમાવાની છે. આ વર્લ્ડ કપમાં જ્યારે ભારત એક પણ મેચ હારી નથી. ત્યારે પાકિસ્તાન આ વર્લ્ડ કપમાં હારનો સ્વાદ ચાખી ચૂકી છે. 16 જૂને ભારત ફરી એકવાર પાકિસ્તાનને હારનો સ્વાદ ચખાડવા મેદાન પર ઉતરશે.

મૌકા-મૌકા કેમ્પેઈને ફરી એકવાર ઉડાવી મજાક

ભારત અને પાકિસ્તાનની મેચ પહેલાથી જ મેચનો રોમાંચ જોવા મળે છે. ભારત-પાકિસ્તાન મેચના ફની Meme સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ મુકાબલો ફાધર્સ-ડેના દિવસે થવાનો છે જેને લઈને ફેન્સ સોશિયલ મીડિયા પણ ઘણા એક્ટિવ જોવા મળી રહ્યા છે એટલું જ નહી. 'મૌકા-મૌકા' કેમ્પેઈન પણ ફરી એકવાર શરુ થયું છે.

આ પણ વાંચો: VIDEO: વર્લ્ડ કપ દરમિયાન કેદાર જાદવે કરી વાદળોને અપી

રેકોર્ડ ભારતના પક્ષમાં છે
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી વર્લ્ડ કપમાં 6 વાર આમને સામને થયું છે. આ તમામ મેચો ભારતના ખાતામાં રહી છે. પાકિસ્તાન હજુ સુધી એકપણ મેચ જીતી શક્યું નથી. ભારતીય ટીમ કોઈ પણ સંજોગોમાં આ પરંપરા નહી તૂટવા દેવાનો પ્રયત્ન કરશે. જ્યારે પાકિસ્તાન તેની હારનો સિલસિલો તોડવા મેદાન પર ઉતરશે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK