World cup 2019: 2011ની ફાઈનલ રમેલા માત્ર 2 જ ખેલાડીઓ હાલની ટીમમાં

મુંબઈ | Jun 10, 2019, 18:17 IST

કેન્સર જેવી ગંભીર બીમારી છતાંય યુવરાજસિંહ 2011નો વર્લ્ડ કપ રમતા રહેલા, એટલું જ નહીં પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ બનીને ભારતને વર્લ્ડ કપ પણ જીતાડ્યો.

World cup 2019: 2011ની ફાઈનલ રમેલા માત્ર 2 જ ખેલાડીઓ હાલની ટીમમાં

ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડમાં 2019નો વર્લ્ડ કપ રમી રહી છે. બીજી તરફ 2011ના વર્લ્ડ કપનો હીરો રહેલા યુવરાજસિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. કેન્સર જેવી ગંભીર બીમારી છતાંય યુવરાજસિંહ 2011નો વર્લ્ડ કપ રમતા રહેલા, એટલું જ નહીં પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ બનીને ભારતને વર્લ્ડ કપ પણ જીતાડ્યો. ટીમ ઈન્ડિયા માટે ઘરઆંગણે 2011નો વર્લ્ડ કપ જીતવો અને વર્લ્ડ કપ જીતીને ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરને શાનદાર વિદાય આપી.

માત્ર બે ખેલાડીઓ છે હાલની ટીમમાં

જો કે 8 વર્ષ બાદ ફરી એકવાર ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપના દાવેદાર તરીકે ઈંગ્લેન્ડમાં ઉતરી છે. અને દક્ષિણ આફ્રિકા તેમજ ઓસ્ટ્રેલિયાને હરાવીને વિજયી શરૂઆત કરી ચૂકી છે. આશ્ચર્યજનક વાત એ છે કે 2011ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયામાંથી માત્ર 2 જ ખેલાડીઓ 2019નો વર્લ્ડ કપ રમી રહ્યા છે. જી હાં, 2011માં રમાયેલી વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં જે પ્લેઈંગ ઈલેવન હતી તેમાંથી મોટા ભાગના ખેલાડીઓ નિવૃત્તિ લઈ ચૂક્યા છે, તો બાકીના ખેલાડીઓ ક્રિકેટથી મહિનાઓથી દૂર છે.

આ હતી 2011ના વર્લ્ડકપની પ્લેઈંગ ઈલેવન

વિરેન્દ્ર સેહવાગ
સચિન તેન્ડુલકર
ગૌતમ ગંભીર
વિરાટ કોહલી
એમ. એસ. ધોની (કેપ્ટન)
યુવરાજસિંહ
સુરેશ રૈના
ઝહીર ખાન
મુનાફ પટેલ
હરભજનસિંહ
શ્રીસંથ

આ પણ વાંચોઃ 'મૌકા મૌકા' એડ જોઈને ભડક્યા પાકિસ્તાનના ચાહકો, ભારતને આપી ચેતવણી

મોટા ભાગના ખેલાડીઓ થઈ ચૂક્યા છે નિવૃત્ત

જો કે આ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમમાંથી હાલ માત્ર વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની જ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યા છે અને 2019ની વર્લ્ડ કપ ટીમના સભ્ય છે. વિરેન્દ્ર સેહવાગ, સચિન તેન્ડુલકર, ગૌતમ ગંભીર, યુવરાજસિંહ, ઝહીર ખાન, મુનાફ પટેલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ચૂક્યા છે. તો સુરેશ રૈના પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2018ના જુલાઈ મહિનામાં રમ્યો હતો. હરભજસિંહ ઓક્ટોબર 2015માં છેલ્લી વન ડે મેચ રમ્યો હતો. તો શ્રીસંથની છેલ્લી મેચ જ 2011ના વન ડે વર્લ્ડ કપની ફાઈનલ હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK