World Cup 2019: જીતની હેટ્રિકથી વંચિત ઈન્ડિયા, IND vs NZની મેચ રદ

નોટિંગહામ | Jun 13, 2019, 19:57 IST

ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં વરસાદના કારણે મેચ રદ થવાનો સિલસિલો અટકી નથી રહ્યો. ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પણ વરસાદના કારણે રદ કરવામાં આવી છે

World Cup 2019: જીતની હેટ્રિકથી વંચિત ઈન્ડિયા, IND vs NZની મેચ રદ
Image Courtesy: BCCI

ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં વરસાદના કારણે મેચ રદ થવાનો સિલસિલો અટકી નથી રહ્યો. ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પણ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. નોટિંગહામના ટ્રેન્ટબ્રિજમાં રમાનારી ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડની મેચ વરસાદના કારણે રદ કરી દેવાઈ છે. નોટિંગહામમાં એટલો વરસાદ છે કે મેચનો ટોસ પણ ન થયો. આખા દિવસ દરમિયાન અટકી અટકીને વરસાદ ચાલુ જ રહ્યો. સમયાંતરે અમ્પાયર્સે મેદાનની સમીક્ષા પણ કરી.

બંને ટીમોને 1-1 પોઈન્ટ

જો કે સાંજે 7.30 વાગે અંતિમ નીરિક્ષણ બાદ અમ્પાયર્સે ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યો છે. વરસાદના કારણે ટીમ ઈન્ડિયા જીતની હેટ્રિકથી વંચિત રહી છે. હવે સતત ત્રીજી જીત મેળવવા માટે ભારતે પાકિસ્તાનને હરાવવું જરૂરી છે. તો ન્યૂઝીલેન્ડ હવે દક્ષિણ આફ્રિકા સામે રમવા મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં વરસાદના કારણે 4 મેચ રદ થઈ ચૂકી છે.

આ પણ વાંચોઃ ઇંગ્લૅન્ડમાં 'ભારત' જોવા માટે ઇન્ડિયન ક્રિકેટ ટીમને સલમાને કહ્યું થૅન્ક યુ

પાકિસ્તાન સામે મુકાબલો

હવે ટીમ ઈન્ડિયા આગામી વન ડેમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. 16 જૂને રવિવારે ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન આમને સામને થશે. આ મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયા ફેવરિટ ગણાઈ રહી છે. અત્યાર સુધી વર્લ્ડ કપમાં રમાયેલી ભારત પાકિસ્તાનની તમામ મેચમાં પાકિસ્તાને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે પાકિસ્તાન આ રેકોર્ડ તોડવા ઈચ્છી રહ્યું છે. જો કે ભારત પોતાનો રેકોર્ડ યથાવત્ રાખવા માટે મેદાને ઉતરશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK