બુધવારે શાનદાર જીત, ગુરુવારે ભૂંડો પરાજય મિતાલી રાજની ટીમ ફક્ત ૪૭ રનમાં ઑલઆઉટ

Published: 6th November, 2020 13:57 IST | Agencies | Sharjah

સ્મૃતિ મંધાનાની ટીમ ટ્રેઇલબ્લેઝરે ટાર્ગેટ ફક્ત ૪૭ બૉલમાં એક વિકેટ ગુમાવીને મેળવી લીધો

હાર બાદ કૅપ્ટન મિતાલી રાજે કહ્યું હતું કે અમને આગલી મૅચનો થાક ઉતારવા બારેક કલાક જેટલા સમય મળ્યો
હાર બાદ કૅપ્ટન મિતાલી રાજે કહ્યું હતું કે અમને આગલી મૅચનો થાક ઉતારવા બારેક કલાક જેટલા સમય મળ્યો

ગઈ કાલે શારજાહમાં મહિલાઓની વિમેન્સ ટી૨૦ ચૅમ્પિયનશિપની બીજી મૅચમાં સ્મૃતિ મંધાનાની કૅપ્ટન્સીવાળી ટ્રેઇલબ્લેઝર ટીમે ૨૨ કલાકમાં બીજી મૅચ રમી રહેલી મિતાલી રાજની નેતૃત્વવાળી વેલોસિટીને ૯ વિકેટે પરાજિત કરી હતી. મિતાલી રાજની ટીમે બુધવારે પહેલી મૅચમાં હરમનપ્રીત કૌરના નેતૃત્વવાળી ડિફેન્ડિંગ ચેમ્પિયન સુપરનોવાને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી, પણ બીજા જ દિવસે એણે ભૂંડો પરાજય જોવો પડ્યો હતો. મિતાલી રાજની ટીમ ૧૫.૧ ઓવરમાં માત્ર ૪૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ટ્રેઇલબ્લેઝરે ૪૮ રનનો ટાર્ગેટ એક વિકેટ ગુમાવી ૭.૫ ઓવરમાં એટલે કે ૪૭ બૉલમાં મેળવી લીધો હતો.
વુમન ઑફ ધ મૅચ ટ્રેઇલબ્લેઝરની લેગ સ્પિનર સોફી એસેલસ્ટન બની હતી જેણે ૩.૧ ઓવરમાં માત્ર ૯ રન આપીને ૪ વિકેટ લીધી હતી. ઝુલન ગોસ્વામી અને રાજેશ્વરી ગાયકવાડે બે-બે વિકેટ લીધી હતી. વેલોસિટીના માત્ર ત્રણ ખેલાડીઓ શેફાલી વર્મા (૧૩), શિખા પાન્ડે (૧૦) અને લે કૅસ્પેરેક (૧૧) માત્ર ડબલ ફિગરનો સ્કોર નોંધાવી શકી હતી.
હાર બાદ કૅપ્ટન મિતાલી રાજે કહ્યું હતું કે અમને આગલી મૅચનો થાક ઉતારવા બારેક કલાક જેટલા સમય મળ્યો અને અને આમ આગલી રાતતે રમ્યા બાદ બીજા દિવસે બપોરે તરત જ રમવું આસાન નથી હોતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK