24 વર્ષ બાદ કૉમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ

દુબઈ | Aug 14, 2019, 14:16 IST

૨૦૨૨માં મહિલા ટી૨૦માં આઠ ટીમ ભાગ લેશે

ક્રિકેટ
ક્રિકેટ

૨૪ વર્ષ બાદ હવે કૉમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવશે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા આ શક્ય કરવામાં આવ્યું છે. ૨૦૨૨ની ૨૭ જુલાઈથી સાત ઑગસ્ટ સુધી બર્મિંગઘમમાં કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૯૯૮ બાદ કૉમનવેલ્થમાં ક્રિકેટનો ફરી સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦૨૨માં આઠ ટીમ ભાગ લેશે અને દરેક મૅચ એડ્બેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાડવામાં આવશે. જોકે આ રમતમાં હાલમાં વિમેન્સ ટી૨૦નો જ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ૨૦૨૮માં મેન્સ ક્રિકેટનો પણ સમાવેશ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK