ધોની હજી ઘણી આઇપીએલ રમવા માટે સક્ષમ છે : વીવીએસ લક્ષ્મણ

Published: Apr 14, 2020, 11:55 IST | Agencies | New Delhi

ઇન્ડિયાના ભૂતપૂર્વ બૅટ્સમૅન વીવીએસ લક્ષ્મણનું કહેવું છે કે મહેન્દ્ર સિંહ ધોની હજી બે-ત્રણ આઇપીએલ આરામથી રમી શકે છે.

વીવીએસ લક્ષ્મણ
વીવીએસ લક્ષ્મણ

ઇન્ડિયાના ભૂતપૂર્વ બૅટ્સમૅન વીવીએસ લક્ષ્મણનું કહેવું છે કે મહેન્દ્ર સિંહ ધોની હજી બે-ત્રણ આઇપીએલ આરામથી રમી શકે છે. આઇપીએલની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનો કૅપ્ટન ધોની ઘણા સમયથી ઇન્ડિયન ટીમની બહાર છે. જોકે આઇપીએલનો સમય નજીક આવતાં તેણે પ્રૅક્ટિસ શરૂ કરી હતી, પણ કોરોના વાઇરસને કારણે બધું બંધ થતાં તે પણ ચેન્નઈથી ઘરે જતો રહ્યો હતો. આ વિશે પૂછતાં લક્ષ્મણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે ધોની સુપરીમલી ફિટ છે અને ઉંમર તેના માટે ફક્ત એક નંબર છે. તે હજી પણ ચેન્નઈ સુપર કિંગ્સ માટે ઘણી ટુર્નામેન્ટ રમશે. ધોની જેવા પ્લેયર ખાસ કરીને ફિઝિકલી ફિટ રહેવાની સાથે મેન્ટલી પણ ખૂબ જ ફિટ છે અને એથી ચેન્નઈ સુપર કિંગ્સને લીડ કરવી તેને ગમે પણ છે. ટીમને લીડ કરવામાં તે હંમેશાં સફળ રહ્યો છે અને જ્યાં સુધી તેના ક્રિકેટની વાત છે ત્યાં સુધી મને ખાતરી છે કે તે આઇપીએલમાં રમશે. ફક્ત આ જ આઇપીએલ નહીં, પરંતુ આગામી ઘણી આઇપીએલમાં આપણે તેને રમતો જોઈશું. ત્યાર બાદ આપણે તેના રિટાયરમેન્ટ વિશે વાત કરીશું.’

કોહલી ગેમમાં જે ઇન્ટેન્સિટી લાવે છે એ મને ખૂબ ગમે છે : લક્ષ્મણ

વીવીએસ લક્ષ્મણનું કહેવું છે કે વિરાટ કોહલી ગેમમાં જે ઇન્ટેન્સિટી લાવે છે એ કાબિલેદાદ હોય છે. કોહલી ખૂબ જ અગ્રેસિવ ગેમ રમે છે અને એનું તેનું અગ્રેશન ટીમને સારી પોઝિશનમાં લઈ આવે છે, પરંતુ ઘણી વાર તેના અગ્રેશનને કારણે તેની ટીકા પણ ઘણી થાય છે. આ વિશે વાત કરતાં લક્ષ્મણે કહ્યું હતું કે ‘વિરાટ કોહલી જે રીતે ગેમમાં ઇન્ટેન્સિટી લાવે છે એ મને ખૂબ ગમે છે. તેણે જ્યારે ૨૦૧૦-’૧૧માં વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી વાર રમવાનું શરૂ કર્યું હતું ત્યારે હું તેની સાથે રમી રહ્યો હતો. તે તેની ગેમને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે અને મેં એ જોયું છે. દરેક સીઝન દ્વારા તે વધુ સારો બની રહ્યો છે. હું તેની ઇન્ટેન્સિટીને લઈને ખૂબ જ ચિંતિત હતો અને મને લાગતું હતું કે એક દિવસ તે એને ખોઈ બેસશે. દરેક મૅચ અને તેના વૉર્મ-અપ દરમ્યાન પણ મને તેની ઇન્ટેન્સિટી જોવા મળતી હતી અને એથી જ મને લાગતું કે એ ખોવાઈ જશે. જોકે એક ઓવર માટે પણ મેં તેની ઇન્ટેન્સિટી ખોવાયેલી આજ સુધી નથી જોઈ અને એ કાબિલેદાદ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK