Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 સિરીઝ માટે પાકિસ્તાન પહોંચી વેસ્ટ ઇન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ

T20 સિરીઝ માટે પાકિસ્તાન પહોંચી વેસ્ટ ઇન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ

31 January, 2019 09:33 AM IST |

T20 સિરીઝ માટે પાકિસ્તાન પહોંચી વેસ્ટ ઇન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ

ગજબની હિંમત : કરાચીમાં બીચ પર વેસ્ટ ઇન્ડીઝની કૅપ્ટન મરિસા ઍગુલિયરા અને પાકિસ્તાનની કૅપ્ટન બિસ્માહ મારુફ.

ગજબની હિંમત : કરાચીમાં બીચ પર વેસ્ટ ઇન્ડીઝની કૅપ્ટન મરિસા ઍગુલિયરા અને પાકિસ્તાનની કૅપ્ટન બિસ્માહ મારુફ.


પાકિસ્તાન સાથે ત્રણ વ્૨૦ મૅચની સિરીઝ રમવા માટે વેસ્ટ ઇન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ ગઈ કાલે કરાચી પહોંચી હતી. છેલ્લાં ૧૫ વર્ષમાં પહેલી વખત એશિયા બહારની કોઈ ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ છે. કરાચી પહોંચનાર ૧૩ સભ્યોની ટીમમાં કૅપ્ટન મરિસા એગુલિયરા અને સપોર્ટ સ્ટાફ પણ છે. નિયમિત કૅપ્ટન સ્ટેફની ટેલરે સુરક્ષાનાં કારણોસર આવવાની ના પાડી દીધી હતી. છેલ્લે ૨૦૧૫માં બંગલા દેશની મહિલા ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ૨૦૦૯માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ કોઈ પણ ટીમ પાકિસ્તાનના પ્રવાસે જતી નથી.

આ પણ વાંચો : ખેલાડીઓના માર્ગદર્શન માટે પુજારા કરતાં સારો બીજો કોઈ નહીં : ઉનડકટ



કરાચી પહોંચતાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમના અધિકારીઓએ મહિલા ટીમનું શાનદાર સ્વાગત કર્યું હતું. ૫૦૦ પોલીસ કર્મચારીઓની ટીમે ઍરપોર્ટથી હોટેલ સુધીના રસ્તા પર સુરક્ષાની જવાબદારી સંભાïïળી હતી. ટીમની સુરક્ષા માટે બુલેટપ્રૂફ બસ પણ આપવામાં આવી હતી. ટીમે કરાચીના બિચની મુલાકાત લીધી હતી. આજે, આવતી કાલે અને રવિવારે અહીંના સ્ટેડિયમમાં ત્રણ મૅચ રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2019 09:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK