Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > 4-5 મહિના સુધી આપણે એક પણ લાઇવ ગેમ નહીં જોઈ શકીએ: ગાવસકર

4-5 મહિના સુધી આપણે એક પણ લાઇવ ગેમ નહીં જોઈ શકીએ: ગાવસકર

29 April, 2020 12:43 PM IST | Melbourne
Agencies

4-5 મહિના સુધી આપણે એક પણ લાઇવ ગેમ નહીં જોઈ શકીએ: ગાવસકર

સુનીલ ગાવસકર

સુનીલ ગાવસકર


ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર સુનીલ ગાવસકરનું કહેવું છે કે જે પ્રમાણેની હલની પરિસ્થિતિ છે એ પ્રમાણે હજી ચાર-પાંચ મહિના આપણે સ્પોર્ટ્સ લાઇવ રમાતી નહીં જોઈ શકીએ. આ વિશે વધુ જણાવતાં ગાવસકરે કહ્યું કે ‘હાલની પરિસ્થિતિ જે પ્રમાણેની છે એ પ્રમાણે હજી ચાર-પાંચ મહિના આપણે સ્પોર્ટ્સને લાઇવ રમાતી નહીં જોઈ શકીએ. આ વાત માત્ર પ્લેયરો માટે જ નહીં, જે લોકો રમતને પસંદ કરે છે તેમને માટે પણ પચાવવી અઘરી છે. ઘણી ગેમને સપોર્ટ કરનારા ઘણા લોકો છે. એ લોકો જૂની રમાઈ ગયેલી ગેમને પણ ઘણી વાર જુએ છે. એક સમયે તેઓ પણ કંટાળી જશે અને નવી ગેમ ટીવી પર કે સ્ટેડિયમમાં જોવા આતુર બનશે. સપ્ટેમ્બર સુધી કોઈ પણ લાઇવ મૅચ જોવા નહીં મળે એ વાતની મને ચિંતા છે. ખેલજગતના અધિકારીઓ એ, બી, સી અને અન્ય કેટલીયે યોજનાઓ પર કામ કરી રહ્યા છે. આશા રાખીએ કે તેઓ પોતાની યોજનામાં વહેલા સફળ થાય.’


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2020 12:43 PM IST | Melbourne | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK