World Cup 2019 : વિન્ડીઝ મેચ પહેલા સુકાની કોહલીએ જીમમાં પરસેવો પાડ્યો

London | Jun 25, 2019, 20:07 IST

ટીમ ઇન્ડિયા 9 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. હવે ભારતીય ટીમનો મુકાબલો 27 જુનના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે છે. ભારત આ મેચને હળવાશથી નહી લે.

World Cup 2019 : વિન્ડીઝ મેચ પહેલા સુકાની કોહલીએ જીમમાં પરસેવો પાડ્યો
વિરાટ કોહલી

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટુર્નામેન્ટમાં ભારતે અત્યાર સુધી 5 મેચ રમી છે. જેમાંથી 4 મેચ જીતી છે અને વરસાદના કારણે 1 મેચ રદ્દ થઇ હતી. આમ ટીમ ઇન્ડિયા 9 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. હવે ભારતીય ટીમનો મુકાબલો 27 જુનના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે છે. ભારત આ મેચને હળવાશથી નહી લે.

કોહલી ફિટનેસ પર હંમેશા ધ્યાન આપે છે
ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલી પોતાની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે. વર્લ્ડ કપ સમયે પણ તે પોતાને ફિટ રાખવા માટે મહેનત કરતો રહે છે. 27 જૂને વેસ્ટ ઈન્ડિઝની સાથે મુકાબલા પહેલા પણ તે કસરત કરતો જોવા મળ્યો છે. સુકાની વિરાટ કોહલીએ ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો છે.જેમાં તે પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે. સાથે તેણે લખ્યું છે, 'કોઈ રજા નહીં, મહેનત વગર કંઇ કરી શકાતું નથી.' ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી કોહલી પોતાની બેટિંગ બરાબર ફિટનેસ પર પણ ધ્યાન આપી રહ્યો છે. 30 વર્ષીય કોહલી ફિટનેસના મામલામાં નવા ખેલાડીઓ માટે પણ આદર્શ છે.



વિશ્વકપમાં ભારત અત્યાર સુધી 5 મેચ રમી ચુક્યુ છે, જેમાંથી 4માં જીત મેળવી છે. જ્યારે એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. પોઈન્ટ ટેબલમાં 9 પોઈન્ટ સાથે ટીમ ઈન્ડિયા ત્રીજા સ્થાન પર છે. ભારત સેમીફાઇનલમાં પહોંચશે તે નક્કી છે કારણ કે હવે ટીમે ચારમાંથી બે મેચ જીતવાની છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

ભારતને સેમી ફાઇનલમાં સહેલાઇથી પહોંચી શકે છે
માનવામાં આવી રહ્યું છે કે ભારત સરળતાથી જીત મેળવીને સેમીફાઇનલમાં પહોંચી જશે. પોઈન્ટ ટેબલમાં ટોપ પર ન્યૂઝીલેન્ડ અને બીજા નંબર પર ન્યૂઝીલેન્ડ છે. ન્યૂઝીલેન્ડ
6 મેચ રમ્યું છે, જેમાંથી પાંચમાં જીત મેળવી છે અને એક મેચ વરસાદને કારણો ધોવાઈ ગઈ હતી. તો ઓસ્ટ્રેલિયાએ 6માથી એકમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK