IND VS NZ: સેમીફાઇનલને લઈને વિરાટ કોહલીનું નિવેદન

Jul 08, 2019, 16:37 IST

અંડર 19 વર્લ્ડ કપ સેમી ફાઈનલને લઈને વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'હું કેન વિલિયમસનને આ વાત યાદ કરાવિશ કે 2008માં અંડર 19 વર્લ્ડ કપ દરમિયાન અમે કેવા હતા.

IND VS NZ: સેમીફાઇનલને લઈને વિરાટ કોહલીનું નિવેદન

વર્લ્ડ કપ 2019માં પહેલી સેમી ફાઇનલ મેચ 9મી જુલાઇના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ પહેલા પત્રકાર પરીષદ યોજાઇ હતી. ઇંગ્લેન્ડમા માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ સ્ટેડિયમમાં પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીને 2008ના અંડર 19 વર્લ્ડ કપમાં સેમીફાઈનલ સાથે જોડાયેલા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા.

અંડર 19 વર્લ્ડ કપ સેમી ફાઈનલને લઈને વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'હું કેન વિલિયમસનને આ વાત યાદ કરાવિશ કે 2008માં અંડર 19 વર્લ્ડ કપ દરમિયાન અમે કેવા હતા.' વિરાટ કોહલીએ કહ્યું હતું કે, 'જ્યારે અમે કાલે મળીશું ત્યારે હું તેમને યાદ અપાવિશ. 11 વર્ષ પહેલાની વાતને યાદ કરવો સારો અનુભવ રહેશે કે અમે 11 વર્ષ પછી ફરી સિનિયર વર્લ્ડ કપમાં પોતાના દેશનું નેતૃત્વ કરી રહ્યા છીએ.'

'તમામ પ્લેયર્સ એ વર્લ્ડ કપ અને અમારી બેચના રમી રહ્યા છે. અન્ય ટીમોમાં પણ ઘણા એવા પ્લેયર્સ છે જે 2008માં રમી ચૂક્યા છે. અને હવે પોતાની સિનિયર ટીમ માટે પણ રમી રહ્યા છે. હુ વિચારુ છું કે યાદો સારી છે માત્ર મારી માટે જ નહી કેન વિલિયમસન માટે પણ આ અદભુત યાદ રહેશે. અમે ક્યારેય આવુ વિચાર્યું નહી હોય કે અમે ફરી આવી રીતે આમને-સામને થઈશું.'

9 જુન 2019 વર્લ્ડ કપ 2019 માટે મહત્વનો દિવસ છે. મંગળવારે ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર ભારતીય સમય અનુસાર બપોરે 3.00 વાગ્યાથી મેચ શરૂ થશે. સેમી ફાઈનલ વિજેતા 14 જુલાઈએ વર્લ્ડ કપની ફાઈનલ રમશે. મહત્વનું એ છે કે, ભારત - ન્યુ ઝીલેન્ડ મેચ પર વરસાદનો ખતરો છે ત્યારે દર્શકો જરૂરથી પ્રાર્થના કરશે કે મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બને નહી અને રોમાંચક મેચનો લાભ ઉઠાવી શકાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK