Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાતમી ડબલ સેન્ચુરી ફટકારી કોહલીએ તોડ્યો સચિન-સેહવાગનો રેકૉર્ડ

સાતમી ડબલ સેન્ચુરી ફટકારી કોહલીએ તોડ્યો સચિન-સેહવાગનો રેકૉર્ડ

12 October, 2019 12:15 PM IST | પુણે

સાતમી ડબલ સેન્ચુરી ફટકારી કોહલીએ તોડ્યો સચિન-સેહવાગનો રેકૉર્ડ

સચિન-સેહવાગ

સચિન-સેહવાગ


કૅપ્ટન કોહલીએ સાઉથ આફ્રિકાની ટીમનાં ‘ચારો ખાનેં ચિત્ત’ કરી દઈને પોતાના ટેસ્ટ કરીઅરની હાઇએસ્ટ સ્કોરવાળી ડબલ સેન્ચુરી ફટકારી હતી. ૨૫૪ રનની અણનમ પારી રમીને તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર અને વીરેન્દર સેહવાહના ડબલ સેન્ચુરી કરવાનો રેકૉર્ડને તોડ્યો છે. આ તેની સાતમી ડબલ સેન્ચુરી હતી. 

ટેસ્ટ કરીઅરમાં સચિન અને સેહવાગે છ વખત ડબલ સેન્ચુરી મારી હતી જેને ગઈ કાલે તોડીને કોહલીએ નવો રેકૉર્ડ કર્યો હતો. જોકે વર્લ્ડના બધા પ્લેયરોને સાથે રાખીને વાત કરીએ તો કોહલી આ બાબતમાં હજી ઘણો દૂર છે. સૌથી વધારે ટેસ્ટમાં ડબલ સેન્ચુરી કરવાનો રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના ડૉન બ્રૅડમૅનના નામે છે જેમણે કુલ ૧૨ ડબલ સેન્ચુરી ફટકારી હતી.



ત્યાર બાદ કુમાર સંગકારા અને બ્રાયન લારા અનુક્રમે ૧૧ અને ૯ ડબલ સેન્ચુરી સાથે બીજા અને ત્રીજા ક્રમાંકે છે. ડબ્લ્યુઆર હમ્મોન્દ અને માહેલા જયવર્ધનેએ સાત-સાત ડબલ સેન્ચુરી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2019 12:15 PM IST | પુણે

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK