Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રણજી ટ્રોફીઃકેરળને હરાવી વિદર્ભ સતત બીજી વખત ફાઈનલમાં

રણજી ટ્રોફીઃકેરળને હરાવી વિદર્ભ સતત બીજી વખત ફાઈનલમાં

25 January, 2019 01:52 PM IST |

રણજી ટ્રોફીઃકેરળને હરાવી વિદર્ભ સતત બીજી વખત ફાઈનલમાં

ફાઈનલમાં પહોંચ્યા બાદ વિદર્ભની ટીમ

ફાઈનલમાં પહોંચ્યા બાદ વિદર્ભની ટીમ


રણજી ટ્રોફીમાં વિદર્ભની ટીમે ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન વિદર્ભે સતત બીજી વખત રણજી ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. સેમીફાઈનલમાં કેરળને કચડીને વિદર્ભે ફાઈનલની ટિકિટ પાક્કી કરી લીધી છે. ઉમેશ યાદવની જબરજસ્ત બોલિંગને કારણે વિદર્ભે આસાનીથી કેરળને પરાજય આપ્યો હતો

UMESH YADAV



ઉમેશ યાદવ સામે ઘૂંટણિયે પડ્યું કેરળ


મેચની બંને ઈનિંગમાં થઈને ઉમેશ યાદવે 12 વિકેટ ઝડપી છે. ફર્સ્ટ ક્લાસ કરિયરનું બેસ્ટ પ્રદર્શન કરતા ઉમેશ યાદવે પહેલી ઈનિંગમાં 48 રન આપીને 7 વિકેટ ઝડપી તો બીજી ઈનિંગમાં પણ 31 રન આપીને 5 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા. કેરળ પહેલી ઈનિંગમાં પ્રથમ બેટિંગ કરતા 106 રન જ બનાવી શક્યું હતું. ઉમેશ યાદવના તરખાટ સામે કેરળના માત્ર 3 જ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. જવાબમાં વિદર્ભે ઓપનર ફૈઝ ફૈઝલના 75 રનની મદદથી 208 રન બનાવ્યા હતા. આમ કેરળ સામે 106 રનની લીડ હતી.

આ પણ વાંચોઃ વિદર્ભના ઉમેશ યાદવે 7 વિકેટ લઈને કેરળને ધકેલ્યું બૅકફુટ પર


જો કે બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી કેરળની ટીમે ફરી એકવાર ઉમેશ યાદવની ઘાતક બોલિંગ સામે ઘૂંટણ ટેકવી દીધા. અને માત્ર 91 રનમાં આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ. સાથે જ વિદર્ભની ટીમે બીજી વખત ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

25 January, 2019 01:52 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK