France : ફિફા મહિલા ફુટબોલ વર્લ્ડ કપ 2019માં અમેરિકાની મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતા રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં હાલની યુરોપિયન ચેમ્પિયન નેધરલેન્ડને 2-0થી માત આપીને વર્લ્ડ કપ 2019નું ટાઇટલ જીતી લીધું છે. સતત બીજીવાર FIFA Women World Cup 2019 નું ટાઇટલ અમેરિકાની મહિલા ફુટબોલ ટીમે જીત્યું છે. આમ અમેરિકાની આ ટીમે કુલ ચોથીવાર વિશ્વ કપ પર કબ્જો જમાવ્યો છે. આ પહેલા અમેરિકાની મહિલા ફુટબોલ ટીમે વર્ષ 1991, 1999 અને 2015માં વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું હતું. ફાઇનલ મેચમાં અમેરિકાની દિગ્ગજ ફુટબોલર મેગન રેપિનો અને રોજ લાવેલેએ ગોલ કર્યો હતો.
⭐️⭐️ HISTORY ⭐️⭐️@USWNT | #OneNationOneTeam pic.twitter.com/FZTBjRDcAc
— FIFA Women's World Cup (@FIFAWWC) July 7, 2019
રેપિનેએ પેનલ્ટી મળી જ્યારે લાવેલેને ફિલ્ડ ગોલ કર્યો. બીબીસીના જણાવ્યા અનુસાર રેપિનોએ ગોલ્ડ બુટ આપવામાં આવ્યો છે. તેણે ફિફા મહિલા વર્લ્ડ કપ 2019 દરમ્યાન કુલ 6 ગોલ કર્યા હતા. એલેક્સ મોર્ગને પણ ટુર્નામેન્ટમાં આટલા જ એટલે કે 6 ગોલ કર્યા હતા. પણ તેણે ગોલ કરવામાં વધુ સમય લેવાના કારણે ગોલ્ડન બુટ એવોર્ડ ન આપવામાં આવ્યો.
પહેલો હાફ નેધરલેન્ડ ટીમના નામે રહ્યો
ફાઇનલ મેચના પહેલા હાફમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. નેધરલેન્ડ મહિલા ફુટબોલ ટીમે એક સમયે બોલને પોતાના નિયંત્રણમાં રાખ્યો હતો અને અમેરિકાની મહિલા ફુટબોલ ટીમને ગોલ કરવા માટે વધુ તક આપી ન હતી. અમેરિકાની ટીમે ઘણીવાર બોલ લેવા માટે અટૈક પણ કર્યું હતું પરંતુ તેમાં સફળ રહ્યું ન હતું.
આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?
બીજો હાફ અમેરિકા ટીમના નામે રહ્યૉ
બીજો હાફ પુરી રીતે અમેરિકાની ટીમ તરફ રહ્યો હતો. નેધરલેન્ડ મહિલા ફુટબોલ ટીમ પર શરૂઆતથી જ દબાવમાં રાખી હતી. જેનો ફાયદો અમેરિકાને 61મી મિનિટે મળ્યો હતો. ટીમની સ્ટાર ખેલાડી મોર્ગન સામે ડચ ખેલાડીએ ફાઉલ કર્યો હતો અને અમેરિકાને પેનલ્ટી મળી હતી. રેપિનોએ એક પણ ભુલ કર્યા વગર ગોલ કરી પોતાની ટીમને પહેલો ગોલ કરાવ્યો હતો. તેની 8 મિનિટ બાદ જ અમેરિકાએ વધુ એક અટેક કર્યો હતો. જેમાં લીધો ગોલ કરીને અમેરિકાને બીજો ગોલ કરાવ્યો હતો. આમ અમેરિકાએ મેચ અને ટાઇટલ બંને જીતી લીધા હતા.
બાર્સેલોના વતી લા લીગામાં ૫૦૦ મૅચ રમીને મેસીએ ઇતિહાસ રચ્યો
5th January, 2021 15:31 ISTતામિલનાડુની બેકરીએ બનાવી લેજન્ડ ફુટબૉલર ડિએગો મૅરડોનાની રિયલ લાઇફ સાઇઝ કેક
28th December, 2020 08:19 ISTમેસીના રેકોર્ડબ્રેક ૬૪૪ ગોલનું અનોખુ સૅલિબ્રેશન
26th December, 2020 08:27 IST૬૪૩ ગોલ સાથે મેસીએ કરી પેલેના રેકૉર્ડની બરોબરી
21st December, 2020 14:01 IST