IPL 2020: 26 સપ્ટેમ્બરથી UAEમાં યોજાશે

Published: Jul 21, 2020, 19:22 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આઈપીએલ હોસ્ટ કરવા માટે યુએઈએ શરૂ કરી દીધી તૈયારીઓ

આ વર્ષે આઈપીએલ 37 દિવસમાં સમેટી લેવામાં આવે તેવી સંભાવના છે
આ વર્ષે આઈપીએલ 37 દિવસમાં સમેટી લેવામાં આવે તેવી સંભાવના છે

વર્લ્ડ કપ 2020 અમે એશિયા કપ T20 રદ થયા બાદ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 13મી સિઝનનું આયોજન થશે કે નહીં તે વિશે શંકા હતી. ક્રિકેટપ્રેમીઓના મનમાં એક જ પ્રશ્ન હતો કે આ વર્ષે આઈપીએલ ભારતમાં યોજાશે કે વિદેશમાં. આખરે આ રહસ્ય પરથી પદો ઉઠી ગયો છે અને આઈપીએલના ગર્વનિંગ કાઉન્સિલના અધ્યક્ષ બ્રિજેશ પટેલે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું છે કે, વર્ષ 2020માં આઈપીએલનું આયોજન યુએઈમાં થશે. બીજી બાજુ એવી માહિતી મળી હતી કે, 26 સપ્ટેમ્બરથી આઈપીએલનું આયોજન થશે. પરંતુ આ વાત ખોટી છે અને તારીખો નક્કી થવાની બાકી છે તેમ બ્રિજેશ પટેલે જણાવ્યું હતું.

સ્પોર્ટસ્ સ્ટારને આપેલા ઈન્ટરવ્યૂમાં બ્રિજેશ પટેલે કહ્યું હતું કે, આઈપીએલ 2020 યુએઈમાં યોજાશે. પરંતુ ટૂર્નામેન્ટની તારીખો હજી નક્કી થઈ નથી. આવતા અઠવાડિયે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની એક વીડિયો મીટીંગ યોજાશે. જેમાં ટૂર્નામેન્ટની તારીખો, ધોરણ અને ઓપરેટિંગ પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. ભારત સરકારની મંજૂરી મળતાં જ આઈપીએલ 2020નું શેડ્યૂલ તૈયાર થઈ જશે.

એવું માનવામાં આવતું હતું કે આઈપીએલની આ ઇવેન્ટ 26 સપ્ટેમ્બરથી 9 નવેમ્બર સુધી ચાલશે. જોકે બ્રિજેશ પટેલે આ વાતને એકદમ નકારી દીધી હતી. તેમણે કહ્યું કે ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ જ શેડ્યૂલની જાહેરાત કરવામાં આવશે. બ્રિજેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, યુએઈએ અમને આઈપીએલનું આયોજન કરવાની ઓફર કરી હતી અને હવે તેઓ તેને ત્યાં આયોજન કરવા અંગે માહિતી આપશે. પરંતુ તે પહેલાં તેમને આઈપીએલની તારીખો અને સંપુર્ણ સમયપત્રક આપવાનું જરૂરી રહેશે.

બીજી બાજુ યુએઈએ આઈપીએલ 2020ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિદેશી ખેલાડીઓને ડબલ કવૉન્ટીનથી બચાવવા માટે તેઓને સીધા યુએઈમાં બોલાવી શકાય છે. આ મુદ્દા પર મોટાભાગની ફ્રેન્ચાઇઝનો સમાન મત છે. તમામ ટીમો ઈચ્છે છે કે વિદેશી ખેલાડીઓ ભારત આવવાને બદલે સીધા યુએઈમાં ટીમ સાથે જોડાય. તેમણે ફક્ત યુએઈની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે અને માત્ર એકવાર ક્વૉરન્ટિન પિરિયડમાં રહેવાનું રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK