IPL 2020: આઇપીએલ પહેલાં ટ્વિટરે ૬ ભાષામાં લૉન્ચ કર્યાં ટીમનાં ઇમોજી

Updated: Sep 17, 2020, 11:03 IST | IANS | New Delhi

ટુર્નામેન્ટની રોચકતા વધારવા માટે ટ્વિટરે અંગ્રેજી અને ૬ ભારતીય ભાષામાં આઇપીએલની ટીમ માટે ૯ સ્પેશ્યલ ટીમ ઇમોજિસ લૉન્ચ કર્યાં છે

 આ ઇમોજીને હૅશટૅગ દ્વારા ઍક્ટિવ કરી શકાય છે.
આ ઇમોજીને હૅશટૅગ દ્વારા ઍક્ટિવ કરી શકાય છે.

કોરોનાના વાતાવરણમાં ક્રિકેટપ્રેમીઓ માટે આઇપીએલ યોજવી એ ખુશીના સમાચાર છે. એવામાં આ ટુર્નામેન્ટની રોચકતા વધારવા માટે ટ્વિટરે અંગ્રેજી અને ૬ ભારતીય ભાષામાં આઇપીએલની ટીમ માટે ૯ સ્પેશ્યલ ટીમ ઇમોજિસ લૉન્ચ કર્યાં છે. આ ઇમોજીને હૅશટૅગ દ્વારા ઍક્ટિવ કરી શકાય છે. આ વાતની જાણકારી આપતાં ટ્વિટરે કહ્યું કે ‘આ ૯ ઇમોજી દ્વારા ક્રિકેટપ્રેમીઓ પોતાની મનપસંદ ટીમ પ્રત્યે પોતાનો સપોર્ટ દર્શાવી શકશે. લાઇવ કન્વર્સેશન દરમ્યાન ચાહકો ભાગ લઈ શકશે અને ટીમને ફૉલો પણ કરી શકશે. ૧૯ સપ્ટેમ્બરે મુંબઈ અને ચેન્નઈ વચ્ચે શરૂ થનારી ઓપનિંગ મૅચ સુધી અમારી સાથે જળવાઈ રહો.’
આઇપીએલની ટીમ માટે #OneFamily, #WhistlePodu, #PlayBold, #KorboLorboJeetbo, #SaddaPunjab, #OrangeArmy, #HallaBol, #YehHaiNayiDilli જેવાં હૅશટૅગ લૉન્ચ કરવામાં આવ્યાં છે જેની મદદથી ઇમોજીને ઍક્ટિવેટ કરી શકાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK