ભારત ભલે હાર્યું પણ રવિન્દ્ર જાડેજાએ માન્ચેસ્ટરમાં રચી દીધો ઇતિહાસ

Published: Jul 10, 2019, 23:20 IST | Manchester

ભારત ભલે હારી ગયું પરંતુ ધોની અને રવિન્દ્ર જાડેજાએ તમામના દિલ જીતી લીધા. આ રોમાંચક મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર ઇનીંગ રમતા અડધી સદી ફટકારી હતી અને ટીકાકારોની બોલતી બંધ કરી હતી.

રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજા

Manchester : વર્લ્ડ કપ 2019ની સેમી ફાઇનલમાં ભારત ભલે હારી ગયું પરંતુ ધોની અને રવિન્દ્ર જાડેજાએ તમામના દિલ જીતી લીધા. આ રોમાંચક મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર ઇનીંગ રમતા અડધી સદી ફટકારી હતી અને ટીકાકારોની બોલતી બંધ કરી હતી.


એક સમયે હારનાં મુખ આગળ ઉભેલી ભારતીય ટીમને જાડેજાએ છેક જીત સુધી પહોંચાડ્યું, પરંતુ આખરે જાડેજા આઉટ થઇ જતા ભારતની જીત અસંભવ બની ગઇ હતી. ભારતીય ટીમે 92 રન પર જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બેટિંગમાં આવેલા જાડેજાએ 38 બૉલમાં અડધી સદી ફટકારી હતી. આઉટ થયા પહેલા જાડેજાએ 59 બૉલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી સર્વાધિક 77 રન બનાવ્યા હતા.


આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

જાડેજાએ 5 વર્ષ પછી વન ડેમાં અડધી સદી ફટકારી. સાથે જ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં સાતમાં નંબરે બેટિંગમાં આવીને અડધી સદી ફટકારનારો જાડેજા પહેલો ખેલાડી બની ગયો છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ કપમાં જાડેજાની આ બીજી મેચ હતી. તેણે મહેન્દ્ર સિંહ ધોની સાથે 100થી વધારે રનની ભાગેદારી નોંધાવી હતી. આ મેચમાં જાડેજાએ 10 ઑવરમાં 40 રન આપીને 1 વિકેટ ઝડપી હતી અને એક શાનદાર રન આઉટ કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK