ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે રોહિત શર્માના ઑસ્ટ્રેલિયા ટૂર પહેલાં ફિટ અને અવેલેબલ હોવાના સમાચારને ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે સુખદ અને સારા ગણાવ્યા છે. આઇપીએલ દરમિયાન રોહિતને પંજાબ સામેની મૅચમાં હેમસ્ટ્રિંગ ઇન્જરી થઈ હતી, જેના બાદ તે મંગળવારે હૈદરાબાદ સામેની મૅચમાં રમતો જોવા મળ્યો હતો.
રોહિતના ફિટ હોવાના સમાચાર પર પ્રતિક્રિયા આપતાં ગાવસકરે કહ્યું કે ‘રોહિતની ઈજા વિશે પહેલાં જે પણ કહેવાયું છે એને બાજુમાં રાખીને કહું તો ઇન્ડિયન ક્રિકેટ માટે એ સારા સમાચાર છે કે રોહિત શર્મા ફિટ છે. ચાહકો દ્વારા તેના માટે કરવામાં આવેલી ચિંતા વાજબી છે કે તેણે મેદાનમાં આવવા માટે ઉતાવળ ન કરવી જોઈએ. પણ તે કૉન્ફિડન્ટ દેખાઈ રહ્યો છે. ૩૦ યાર્ડ સર્કલની અંદર અને બાઉન્ડરી લાઇન પાસે તે ફીલ્ડિંગ કરતો જોવા મળે છે. તે પોતે ફિટ છે એ બતાવવા માટે મૅચ રમ્યો હતો, પણ જો ભારતીય ક્રિકેટ બોર્ડ તેની ફિટનેસ ટેસ્ટ ફરીથી કરવા માગે છે તો એમાં કંઈ ખોટું નથી, કારણ કે તેઓ તપાસવા માગે છે કે તે સંપૂર્ણ રીતે ફિટ છે કે નથી. મારા ખ્યાલથી તેને મોનિટર કરવામાં આવશે.’
પોતાના પ્લેયર્સને સુરક્ષિત રાખવાનો દરેક બોર્ડને અધિકાર
9th January, 2021 10:22 ISTઑસ્ટ્રેલિયન બોલરે ગેટ લૉસ્ટ કહ્યું હોવાથી અમે ચાલતી પકડેલી: સુનીલ ગાવસકર
2nd January, 2021 10:57 ISTરોહિત શર્મા અને મયંકે કરવી જોઈએ ઓપનિંગ : ગાવસકર
1st January, 2021 10:56 ISTઑસ્ટ્રેલિયન લેજન્ડ દ્વારા રહાણેની કૅપ્ટન્સીનાં વખાણ સાંભળીને ગર્વ થાય છે: સુનીલ ગાવસકર
31st December, 2020 16:22 IST