World Cup 2019: પરાજય પછી સાઉથ આફ્રિકા જીતના પંથે પાછું ફરવા ઇચ્છશે

લંડન | Jun 02, 2019, 11:54 IST

ઇંગ્લૅન્ડ સામે પહેલી મૅચમાં ૧૦૪ રનથી હાર્યા પછી ફૅફ ડુ પ્લેસીની ટીમ મશરફે ર્મોતઝાની બંગલા દેશની ટીમ સામે જીતના પાટે પાછી ફરવા મક્કમ

World Cup 2019: પરાજય પછી સાઉથ આફ્રિકા જીતના પંથે પાછું ફરવા ઇચ્છશે
સાઉથ આફ્રિકા-બંગલા દેશ

ક્યારેય વર્લ્ડ કપ ન જીતેલી સાઉથ આફ્રિકાની ટીમ આજે લંડન શહેરના કેનિંગટન ઓવલ ગ્રાઉન્ડમાં મશરફે ર્મોતઝાની બંગલા દેશની ટીમને હરાવીને જીતના પંથે પાછી ફરવા મુકાબલો કરશે. ગુરુવારે વર્લ્ડ કપની ઓપનિંગ મૅચમાં ઇંગ્લૅન્ડે સાઉથ આફ્રિકાને ૧૦૪ રનથી હરાવ્યું હતું. મુશ્કેલ પિચ પર આફ્રિકાએ ઇંગ્લૅન્ડને ૮ વિકેટે ૩૧૧ રને રોક્યા પછી તેઓ જોફ્રા આર્ચરના પેસ અને બાઉન્સ સામે ૨૦૭ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા.

ફૅફ ડુ પ્લેસીએ મીડિયાને કહ્યું કે ‘ઇંગ્લૅન્ડ ત્રણે ડિપાર્ટમેન્ટમાં સારી ટીમ છે અને એ તેમણે સાબિત કરીને બતાવ્યું હતું. પહેલી મૅચમાં અમે જે ભૂલો કરી હતી એ સુધારવાની છે અને આગળ વધવાનું છે. આ લીગ ફૉર્મેટના વર્લ્ડ કપમાં દરેક ટીમે ૯ મૅચો રમવાની છે એથી પહેલી મૅચના પરાજયને ભૂલવાનો છે. લુન્ગી એન્ગીડીએ જૉસ બટલર જેવા ધરખમ બૅટ્સમૅનને આઉટ કરીને ઉપયોગિતા પુરવાર કરી છે.’

૨૦૧૫ના વર્લ્ડ કપમાં ક્વૉટ્ર્ર ફાઇનલ રાઉન્ડમાં પહોંચેલી બંગલા દેશની ટીમ ખેલાડીઓની ખરાબ ફિટનેસથી પરેશાન છે. તમિમ ઇકબાલ ભારત સામેની પ્રૅક્ટિસ મૅચમાં નહોતો રમ્યો. ર્મોતઝા પણ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે સંપૂર્ણ ફિટ નથી.

સાઉથ આફ્રિકાની સંભવિત ઇલેવન

ક્વિïન્ટન ડી કૉક (વિકેટકીપર), હાશિમ અમલા, એઇડન માક્રમ, ફૅફ ડુ પ્લેસી, રેસી વેન ડર ડુસેન, જીન પોલ ડુમિની, ડ્વેઇન પ્રિસ્ટોરિયસ, એન્દિલ ફેહલુકવાયો, કેગિસો રબાડા, લુન્ગી એન્ગીડી અને ઇમરાન તાહિર.

આ પણ વાંચો : World Cup 2019:શ્રીલંકા 136 રને ઑલઆઉટ, ન્યુ ઝીલૅન્ડ વિના વિકેટે 137 રન

બંગલા દેશની સંભવિત ઇલેવન

તમિમ ઇકબાલ, સૌમ્યા સરકાર, લિટ્ટન દાસ, મહમદુલ્લાહ, મુશફિક્કર રહીમ (વિકેટકીપર), શકીબ-ઉલ-હસન, મોહમ્મદ સૈફુદ્દીન, મશરફે ર્મોતઝા, રુબેલ હૌસૈન, મુસ્તાફિઝુર રહેમાન અને અબુ જાયેદ.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK