મૅચમાં જ નહીં, નેટમાં પણ રસેલ સામે હું બોલિંગ કરવા નથી ઇચ્છતો : સિદ્ધેશ લાડ

Published: Sep 09, 2020, 17:16 IST | IANS | Dubai

સિદ્ધેશ લાડ આ વર્ષે કેકેઆર માટે રમશે

સિદ્ધેશ લાડ
સિદ્ધેશ લાડ

કલકત્તા નાઇટ રાઇડર્સના ઑલરાઉન્ડર સિદ્ધેશ લાડનું કહેવું છે કે તે માત્ર મૅચમાં જ નહીં, નેટ-પ્રૅક્ટિસ વખતે પણ વેસ્ટ ઇન્ડીઝના પ્લેયર આન્દ્રે રસેલને બોલિંગ કરવા નથી ઇચ્છતો. સિદ્ધેશ લાડ આ વર્ષે કેકેઆર માટે રમશે. આ પહેલાં તે આઇપીએલમાં એકમાત્ર મૅચ રમ્યો છે, પણ ડોમેસ્ટિક ક્રિકેટનો તેની પાસે સારો એવો અનુભવ છે. આ સંદર્ભે વાત કરતાં સિદ્ધેશે કહ્યું કે ‘ઇન્ડિયન ક્રિકેટના સૌથી મોટા પ્લૅટફૉર્મ આઇપીએલમાં રમવાની તક મેં ગુમાવી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં હું સારું પર્ફોર્મ કરું છું, પણ મને લાગે છે કે આ સીઝન દ્વારા હું કમબૅક કરી શકીશ અને આ ટુર્નામેન્ટ ભવિષ્યમાં મને મદદરૂપ બનશે. મને ભરોસો છે કે આવનારા સમયમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રમવાની મને તક મળી રહેશે. મને જે પણ નવી તક મળશે એ મેળવવા હું તૈયાર રહીશ. સ્કૂલના દિવસોથી હું સ્પિન બોલિંગ કરું છું અને બૅટિંગમાં પણ મારો હાથ સારો છે. જોકે છેલ્લાં ત્રણ વર્ષમાં મેં મારી બોલિંગ પર ઘણું કામ કર્યું છે. હું આન્દ્રે રસેલને ક્યારેક નેટમાં બોલિંગ કરવા ઇચ્છું છું, પણ દર વખતે નહીં. ડોમેસ્ટિક મૅચમાં હું જસપ્રીત બુમરાહને રમ્યો છું. રસેલની જ્યાં સુધી વાત છે તો તે કેવો ઘાતક પ્લેયર છે એ આપણે જાણીએ છીએ માટે હું તેને બોલિંગ કરવા નથી ઇચ્છતો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK