IPL 2020: નવું શીખવા માટે ઐયર હંમેશાં તૈયાર હોય છે, તે અમને આઇપીએલમાં સારી રીતે લીડ કરશે : શિખર ધવન

Updated: Sep 17, 2020, 11:07 IST | IANS | Dubai

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં દિલ્હી કૅપિટલ્સ માટે રમી રહેલા શિખર ધવનને પોતાની ટીમ પર ઘણો ભરોસો છે. સાથે-સાથે તેણે તેના કૅપ્ટન શ્રેયસ ઐયરનાં પણ વખાણ કર્યાં છે.

શિખર ધવન
શિખર ધવન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં દિલ્હી કૅપિટલ્સ માટે રમી રહેલા શિખર ધવનને પોતાની ટીમ પર ઘણો ભરોસો છે. સાથે-સાથે તેણે તેના કૅપ્ટન શ્રેયસ ઐયરનાં પણ વખાણ કર્યાં છે. ધવને કહ્યું કે ‘અમે એક ટીમ તરીકે આગળ વધવા માગીએ છીએ અને અમારા બધા વચ્ચે સારા સંબંધ છે અને અમારો આત્મવિશ્વાસ પણ સારો છે. ક્રિકેટમાં પાછા ફર્યા હોવાથી હવે અમે એમાં પાછી નવી એનર્જી લાવવા માગીએ છીએ અને એકબીજા વચ્ચે સારું બૉન્ડ બનાવવા માગીએ છીએ. મને લાગે છે કે અમને બધાને એકબીજા પર ભરોસો છે જેને કારણે યુએઈના આ વાતાવરણમાં અમે સારી રીતે પર્ફોર્મ કરી શકીશું. શ્રેયસ ઐયરની વાત કરું તો છેલ્લી સીઝનમાં તેણે ટીમને સારી રીતે લીડ કરી હતી અને આ વર્ષે રવિચંદ્રન અશ્વિન અને અજિંક્ય રહાણે જેવા અનુભવી પ્લેયર હોવાથી તેને વધારે ફાયદો મળી રહેશે. મને લાગે છે કે શ્રેયસ પોતાના જુનિયર અને સિનિયર પાસેથી કશુંક નવું શીખવા માટે હંમેશાં તૈયાર રહે છે અને તે તેમને સારી રીતે લીડ કરી શકે છે. આઇપીએલ સંદર્ભમાં કહું તો ત્રણ સ્ટેડિયમમાં મૅચ રમાવાની હોવાથી પિચ સમયાંતરે ધીમી પડી જશે જ્યાં અશ્વિન, સંદીપ, અમીર અને અક્ષર જેવા બોલર અમને કામ લાગી શકે છે. તેમના અનુભવોથી તેમને લાભ મળશે અને ટીમ સારું પર્ફોર્મ કરીને આગળ વધી શકશે. હું પોતે મારા વિકાસ પર ધ્યાન આપી રહ્યો છું જેમાં ફિટ રહેવાથી માંડીને સતત સારો સ્કોર કરવા માટે હું મહેનત કરી રહ્યો છું.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK