Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આઇસીસીના રૅન્કિંગ્સમાં કરીઅરની બેસ્ટ પોઝિશન પર શમી અને અગરવાલ

આઇસીસીના રૅન્કિંગ્સમાં કરીઅરની બેસ્ટ પોઝિશન પર શમી અને અગરવાલ

18 November, 2019 12:00 PM IST | Mumbai

આઇસીસીના રૅન્કિંગ્સમાં કરીઅરની બેસ્ટ પોઝિશન પર શમી અને અગરવાલ

મોહમ્મદ શમી

મોહમ્મદ શમી


પહેલી ઇનિંગમાં શમીએ ૨૭ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી અને બીજી ઇનિંગમાં ૩૧ રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ રન અને વિકેટને કારણે તે સાતમા ક્રમે આવી ગયો છે. ૭૯૦ રેટિંગ્સ પૉઇન્ટ સાથે તે ઇન્ડિયાનો ત્રીજા ક્રમનો પેસ બોલર બન્યો છે. કપિલ દેવ ૮૭૭ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે અને જસપ્રીત બુમરાહ ૮૩૨ પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે.
એક ઇનિંગમાં ૨૪૩ રન કરીને મયંક અગરવાલ અગિયારમા સ્થાને પહોંચી ગયો છે. પહેલી આઠ ટેસ્ટ મૅચમાં ૮૫૮ રન સાથે તેના ૬૯૧ પૉઇન્ટ્સ છે. પહેલી આઠ ટેસ્ટમાં તેના કરતાં વધુ રન કરનાર માત્ર ૭ પ્લેયર્સ છે. ડૉન બ્રૅડમૅન (૧૨૧૦), એવર્ટન વીકેસ (૯૬૮), સુનીલ ગાવસકર (૯૩૮), માર્ક ટેલર (૯૦૬), જ્યૉર્જ હેડલી (૯૦૪), ફ્રૅન્ક વૉરેલ (૮૯૦) અને હર્બર્ટ સટક્લિફ (૮૭૨) બાદ મયંક અગરવાલનું નામ આવે છે.

શમી સેકન્ડ ઇનિંગ્સમાં સૌથી સફળ ખેલાડીઓમાં ટોચ પર
 ટેસ્ટ મૅચની સેકન્ડ ઇનિંગ્સમાં સૌથી સફળ પ્લેયરના લિસ્ટમાં ઇન્ડિયન બોલર મોહમ્મદ શમીનો પ્રથમ નંબર આવે છે. છેલ્લાં બે વર્ષમાં ૨૦ ઇનિંગ્સમાં શમીએ ૫૧ વિકેટ લીધી છે. ઑસ્ટ્રેલિયાના પૅટ કમિન્સ દ્વારા ૪૮ વિકેટ અને સાઉથ આફ્રિકાના કેગિસો રબાડા દ્વારા ૩૪ વિકેટ લેવામાં આવી છે. ઇન્ડિયાના સ્ટાર સ્ટ્રાઇકર બોલર જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં શમી, ઇશાન્ત શર્મા અને ઉમેશ યાદવે ગજબની બોલિંગ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 12:00 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK