ભારતીય પ્લેયરોને ખાલી સ્ટેડિયમ સાથે સેટ થતાં વાર લાગશે : સ્કૉટ સ્ટાઇરિસ

Published: Sep 09, 2020, 17:12 IST | IANS | New Delhi

ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર સ્કૉટ સ્ટાઇરિસનું કહેવું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમનારા ભારતીય ક્રિકેટરોને ખાલી સ્ટેડિયમ સાથે સેટ થતાં વાર લાગશે.

સ્કૉટ સ્ટાઇરિસ
સ્કૉટ સ્ટાઇરિસ

ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર સ્કૉટ સ્ટાઇરિસનું કહેવું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમનારા ભારતીય ક્રિકેટરોને ખાલી સ્ટેડિયમ સાથે સેટ થતાં વાર લાગશે. સ્કૉટે કહ્યું કે ‘મારા ખ્યાલથી વિદેશી પ્લેયરોએ ઘણુંબધું ઍડ્જસ્ટ કરવું પડશે. ઘણા બધા વિદેશી પ્લેયરો ઓછા ક્રાઉડ અથવા તો ખાલી સ્ટેડિયમમાં રમવાનો અનુભવ ધરાવે છે માટે તેમને કશો વાંધો નહીં આવે, પણ આવો અનુભવ કોઈ ભારતીય પ્લેયર પાસે હોય એવું મને યાદ નથી. ૧૦ વર્ષ પહેલાંના વિરાટ કોહલીને તમે આજે જોશો તો તમને ખબર પડશે કે તે ક્યાં હતો અને ક્યાં પહોંચી ગયો.’
આ ઉપરાંત અજિત આગરકરનું કહેવું છે કે ‘ભારતીય પ્લેયરો ઘણા નસીબદાર છે કે કોરોના મહમારી હોવાથી તેઓ છેલ્લા કેટલાક મહિનામાં ક્રિકેટ નહોતા રમી શક્યા, પણ હવે આઇપીએલ રમવા જઈ રહ્યા છે. હું સ્કૉટની વાત સાથે સહમત છું કે શરૂઆતની કેટલીક મૅચમાં દર્શકો નહીં હોય એટલે થોડું અજીબ લાગશે, પણ સમય જતાં પ્લેયર એનાથી ટેવાઈ જશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK