સાયના નેહવાલ પતિ કશ્યપ સાથે આ રીતે મનાવી રહી છે વેકેશન

Updated: Jul 24, 2019, 15:35 IST | મુંબઈ

સાયના નેહવાલે હાલ પતિ પી. કશ્યપ સાથે ન્યૂઝી લેન્ડમાં વ્હેલ અને ડોલ્ફીન સફારીનો આનંદ ઉઠાવી રહી છે. તાજેતરમાં જ સાયના નેહવાલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેની સાથે લખ્યું છે,"

પી. કશ્યપ અને સાયના નેહવાલ
પી. કશ્યપ અને સાયના નેહવાલ

ભારતની સ્ટાર શટલર સાઈના નેહવાલ હાલ વેકેશન એન્જોય કરી રહી છે. ન્યૂઝીલેન્ડ ઓપનમાં વાંગ ઝીયી સામે પહેલા રાઉન્ડમાં હાર્ય બાદ હવે સાયના નેહવાલ ન્યૂઝીલેન્ડમાં રજાઓ માણી રહી છે. સાયના નેહવાલે હાલ પતિ પી. કશ્યપ સાથે ન્યૂઝી લેન્ડમાં વ્હેલ અને ડોલ્ફીન સફારીનો આનંદ ઉઠાવી રહી છે. તાજેતરમાં જ સાયના નેહવાલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેની સાથે લખ્યું છે, "Really enjoying it... #aucklandwhaleanddolphinsafari."

 
 
 
View this post on Instagram

Auckland Whale and Dolphin Safari 👍 #aucklandwhaleanddolphinsafari 👌

A post shared by SAINA NEHWAL (@nehwalsaina) onMay 2, 2019 at 6:59pm PDT

 

તાજેતરમાં જ સાયના નેહવાલે ન્યૂઝીલેન્ડ ઓપનમાં આંચકાજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બુધવારે સાયના નેહવાલ પહેલા જ રાઉન્ડમાં ચીનની વર્લ્ડ નંબર 212 વાંગ ઝિહી સામે હારી હતી. જો કે એચ. એસ. પ્રણોય અને બી સાઈ પ્રનીથ આગળના રાઉન્ડમાં પોહંચી ચૂક્યા છે. 29 વર્ષની ઓલિમ્પિક બ્રોન્જ મેડલિસ્ટ અને વર્લ્ડ માં 9મા નંબરનો રેન્ક ધરાવતી સાયના નેહવાલે 16-21 23-21 4-21થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સાયના આ મેચ માત્ર 1 કલાક અને 7 મિનિટમાં જ હારી ગઈ હતી.

હાલ સાયના નેહવાલના જીવન પર એક બાયોપિક પણ બની રહી છે. જેમાં પરિણીતી ચોપરા ચોપરા સાયના નેહવાલનો રોલ કરી રહી છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં પરિણીતી ચોપરાએ તે સાયનાના રોલ માટે શું તૈયારી કરી રહી છે, તેનો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચોઃ અનુષ્કા શર્મા-વિરાટ કોહલીની આવી રહી છે લવ સ્ટોરી

જો તમે વહેલી સવારે પરિણીતી ચોપરાને જોશો તો તે સાયના નેહવાલની બાયોપિક માટે બેડમિન્ટનની તાલીમ લેતી દેખાશે. પરિણીતી રોજ બે કલાક બેડમિન્ટની તાલીમ લે છે. આ ઉપરાંત સાયના નેહવાલની મેચના વીડિયોઝ પણ જુએ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK