રોહિત શર્માએ જાડેજા અને માંજરેકર વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી

Published: Jul 07, 2019, 23:10 IST | Manchester

વર્લ્ડ કપ 2019 અનેક કારણોથી યાદ રાખવામાં આવશે. જેમાંનું એક કારણ ક્રિકેટ કોમેન્ટેટર અને પુર્વ ક્રિકેટર સંજય માંજરેકર અને રવીન્દ્ર જાડેજા વચ્ચેનો વિવાદ. આ વિવાદ ઘણો ચગ્યો હતો.

Manchester : વર્લ્ડ કપ 2019 અનેક કારણોથી યાદ રાખવામાં આવશે. જેમાંનું એક કારણ ક્રિકેટ કોમેન્ટેટર અને પુર્વ ક્રિકેટર સંજય માંજરેકર અને રવીન્દ્ર જાડેજા વચ્ચેનો વિવાદ. આ વિવાદ ઘણો ચગ્યો હતો. જેના પર હવે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ પ્રતિક્રિયા આપી હતી. રોહિત શર્માએ શ્રીલંકાની સામે થયેલ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તે દરમ્યાન તેણે પત્રકરાના આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો.


જાડેજા અને માંજરેકર વિવાદ પર રોહિત શર્માએ આવું કહ્યું
મીડિયા રિપોર્ટ મુજબ આ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે રોહિતને રવિન્દ્ર જાડેજા અને માંજરેકર વિવાદ વિશે પૂછવામાં આવ્યું તો રોહિતે કહ્યું કે,‘આ તેમનો વ્યક્તિગત મામલો છે. દરેક વ્યક્તિ અલગ-અલગ સમય પર અલગ-અલગ વિચાર અને પ્રતિક્રિયા વ્યક્ત કરે છે.’ વધુ ઉમેરતા રોહિતે કહ્યું કે,‘એક ખેલાડી માટે આ મહત્વનું છે કે ધ્યાન ભટકાવે એવી બાબતોથી દૂર રહે જે ઘણું પડકારજનક છે. જોકે દરેક વ્યક્તિના વિચાર અલગ હોય છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે તેઓ એ ઘટના અથવા સ્થિતિ વિશે કેવી રીતે વિચારે છે. એક ક્રિકેટરનું કામ આ બધી બાબતોથી દૂર રહી સારી ક્રિકેટ રમવા પર ધ્યાન આપવાનું હોય છે.’


આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

બાંગ્લાદેશ સામેની મેચ દરમ્યાન માંજરેકરે વિવાદીત કોમેન્ટ કરી હતી
વર્લ્ડ કપ 2019માં બાંગ્લાદેશ સામેની મેચ પહેલા માંજરેકરે કહ્યું હતું કે તે ઈંગ્લેન્ડ સામે ખરાબ પ્રદર્શન કરવા છતાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને આગામી મેચમાં તક આપતા. કારણ કે તેમના મતે ક્યારે-ક્યારેક પ્રદર્શન કરનાર ખેલાડીની જગ્યાએ સ્પેશિયલિસ્ટ ખેલાડીને રમાડવું વધારે યોગ્ય છે. માંજરેકરનું આ નિવેદન જાડેજાને કેન્દ્રમાં રાખીને આપ્યા હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જેની પર જાડેજાએ ટ્વીટ કરી માંજરેકરને ‘બકવાસ’ ન કરવાની સલાહ આપી હતી અને ખેલાડીઓનું સન્માન કરવાનું કહ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK