World Cup 2019: રોહિત શર્માએ ઇતિહાસ રચતા સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડ્યો

ઓવલ | Jun 09, 2019, 20:57 IST

ICC વર્લ્ડ કપ 2019ની 14મી મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ કાંગારૂ ટીમ વિરુદ્ધ એક કમાલનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત પહેલા આ ટીમ વિરુદ્ધ વનડેમાં આ કમાલનો રેકોર્ડ ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરના નામે હતો.

World Cup 2019: રોહિત શર્માએ ઇતિહાસ રચતા સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડ્યો
રોહિત શર્મા (PC : BCCI)

ICC વર્લ્ડ કપ 2019ની 14મી મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ કાંગારૂ ટીમ વિરુદ્ધ એક કમાલનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત પહેલા આ ટીમ વિરુદ્ધ વનડેમાં આ કમાલનો રેકોર્ડ ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરના નામે હતો. રોહિતે હવે સચિનને પાછળ છોડી દીછો છે અને આ મામલામાં ટોપ પર આવી ગયો છે.



ઓસ્ટ્રલિયા સામે સૌથી ઝડપી 2000 રન ક્યા
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતના ઓપનર રોહિત શર્માએ 20 રન કરતાની સાથે જ વનડે ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચી દીધો હતો. વિશ્વની મજબૂત ટીમોમાંથી એક ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્માએ વન ડે ક્રિકેટ કારકિર્દીમાં પોતાના 2000 રન પૂરા કરી લીધા છે. હવે તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે જેણે ઓસ્ટ્રેલિયાની ટીમ સામે વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 2000 રન બનાવ્યા છે. રોહિતે આ સિદ્ધિ 37 ઈનિંગમાં મેળવી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે વન ડેમાં સૌથી ઝડપી 2 હજાર રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે હતો. તેણે 40 ઈનિંગમાં 2 હજાર રન પૂરા કર્યાં હતા. સચિને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટ્સમેન વિવિયન રિચર્ડ્સને પાછળ છોડતા આ રેકોર્ડ બનાવ્યો હતો.



ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર ખેલાડી 

રોહિત શર્મા- 37 ઈનિંગ

સચિન તેંડુલકર- 40 ઈનિંગ

વિવિયન રિચર્ડ્સ- 45 ઈનિંગ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK