દિલ્હી કૅપિટલ્સના હેડ કોચ રિકી પૉન્ટિંગનું કહેવું છે કે આર. અશ્વિનની માકન્ડ સ્ટાઇલનો તેઓ વિરોધ કરે છે, પરંતુ તેનો પૉઇન્ટ ખોટો નથી. બોલર જ્યારે બોલિંગ કરે એ પહેલાં જ નૉન-સ્ટ્રાઇકર બૅટ્સમૅન ક્રિસ છોડીને ભાગે અને બોલર તેને આઉટ કરી નાખે એને માકન્ડ સ્ટાઇલ કહેવામાં આવે છે. આ સ્ટાઇલનો રિકી પૉન્ટિંગ વિરોધ કરે છે, પરંતુ આર. અશ્વિન કહે છે કે એ ખોટું હોવાથી તે એ રીતે વિકેટ લેશે. આ વિશે વાત કરતાં રિકી પૉન્ટિંગે કહ્યું હતું કે ‘હું જ્યારે અહીં આવ્યો હતો ત્યારે તેણે સૌથી પહેલાં મારી પાસે પોડકાસ્ટ કરાવ્યું હતું જેથી અમે આ વિશે ખૂલીને વાત કરી શકીએ. મને લાગે છે કે અમે બન્નેના વ્યુ એકસરખા છે. તેનું માનવું છે કે તે જે કંઈ પણ કરે છે એ નિયમ અને કાયદાના ડાયરામાં રહીને કરે છે અને તે સાચો પણ છે. તેણે મને કહ્યું હતું કે મૅચનો છેલ્લો બૉલ હોય અને બૅટિંગ ટીમને જીતવા માટે બે રન જોઈતા હોય અને બૅટ્સમૅન બૉલ નાખતાં પહેલાં ક્રિસ છોડીને ભાગી જાય ત્યારે શું કરવું? આ વિશે આર્ગ્યુમેન્ટ થઈ હતી અને મેં તેને કહ્યું હતું કે તું એક વાર માકન્ડ સ્ટાઇલનો ઉપયોગ ન કરતો અને બૅટ્સમૅનને વૉર્નિંગ આપજે અને ત્યાર બાદ જો તે ફરી એવું કરે તો તે એ સ્ટાઇલનો ઉપયોગ કરવા સ્વતંત્ર છે.’
પરિવારને જરૂર હોય ત્યારે તેમની સાથે રહેવું જોઈએ: સુરેશ રૈના
3rd January, 2021 14:38 ISTIPL 2020માં બે નવી ફ્રેન્ચાઇઝી ટીમોને BCCIએ આપ્યું ગ્રીન સિગ્નલ
24th December, 2020 16:48 ISTખેલાડીઓ વચ્ચેની દુશ્મનાવટ ઓછી કરવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન છે આઇપીએલનું: સુનીલ ગાવસકર
12th December, 2020 16:29 IST