રવીન્દ્ર જાડેજાએ માંજરેકર પર શબ્દો રૂપી તલવાર ચલાવી : મે તમારા કરતા વધુ મેચ રમી છે

London | Jul 03, 2019, 23:43 IST

સંજય માંજરેકરે આ પહેલા જાડેજાને નિશાન બનાવતા કહ્યું હતું કે, તે આ સમયે એવા ખેલાડીને ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11મા જોવા માગતા નથી જે કટકે-કટકે પ્રદર્શન કરતા હોય.

રવીન્દ્ર જાડેજાએ માંજરેકર પર શબ્દો રૂપી તલવાર ચલાવી : મે તમારા કરતા વધુ મેચ રમી છે

London : ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરને જવાબ આપતા કહ્યું કે, તેણે લોકોનું સન્માન કરતા શીખવું જોઈએ. પૂર્વ ભારતીય બેટ્સમેન રવિન્દ્ર જાડેજાના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરને જવાબ આપતા કહ્યું કેતેણે લોકોનું સન્માન કરતા શીખવું જોઈએ. પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકરે આ પહેલા જાડેજાને નિશાન બનાવતા કહ્યું હતું કેતે આ સમયે એવા ખેલાડીને ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11મા જોવા માગતા નથી જે કટકે-કટકે પ્રદર્શન કરતા હોય.


જાડેજાએ તેના પર માંજરેકરને ટેગ કરતા ટ્વીટ કર્યું, 'તમે જેટલી મેચ રમી છે, તેનાથી બેગણી મેં રમી છે અને હજુ રમી રહ્યો છું. લોકોનું સન્માન કરતા શીખવું જોઈએ જેણે કંઇક હાસિલ કર્યું છે. તમારી આ બુરાઈ વિશે ઘણું સાંભળ્યું છે.'


આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

માંજરેકરે આ પહેલા કહ્યું હતું, મને તે ખેલાડી પસંદ આવતા નથી જે કટકામાં પ્રદર્શન કરતા હોય, જેમ કે આજકાલ રવિન્દ્ર જાડેજા વનડેમાં પ્રદર્શન કરી રહ્યો છે. તો ટેસ્ટ મેચોમાં તે પૂર્ણ રીતે બોલર છે. હું 50 ઓવર ક્રિકેટ માટે પ્લેઇંગ-11મા બેટ્સમેન કે અથવા કોઈ સ્પિનરને સામેલ કરવા ઈચ્છીશ. જાડેજાને અત્યાર સુધી વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકી નથી. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે વિશ્વકપની હાલની એડિશનમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું અને બાંગ્લાદેશને મંગળવારે હરાવીને સેમિફાઇનલમાં તેની જગ્યા પાક્કી કરી લીધી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK