IPL 2020: આઇપીએલ એન્થમ પર કૉપીરાઇટનો આરોપ

Updated: Sep 17, 2020, 11:06 IST | IANS | New Delhi

રૅપર ક્રિષ્ના કૌલનું ગીત હોવાથી ભારતીય ક્રિકેટ બોર્ડ પર તેણે રોષ વ્યક્ત કર્યો

ક્રિષ્ના કૌલ
ક્રિષ્ના કૌલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવાની સાથે તેને લગતા વિવાદો પણ શરૂ થઈ ગયા છે જેમાંથી હાલમાં આઇપીએલના એન્થમ પર એક વિવાદ સર્જાયો છે. રૅપર ક્રિષ્ના કૌલ જે ક્રિષ્ના નામે ઓળખાય છે તેણે દાવો કર્યો હતો કે ૨૦૧૭માં આવેલું મારું રૅપ-સૉન્ગ ‘દેખો કૌન આયા વાપસ’ પરથી આઇપીએલનું એન્થમ ‘આયેંગે હમ વાપસ’ કૉપી કરવામાં આવ્યું છે. જોકે મ્યુઝિક કમ્પોઝર અસોસિએશન ઑફ ઇન્ડિયાએ આ ફરિયાદને રદિયો આપ્યો હતો અને બન્ને ગીત અલગ હોવાની જાણકારી આપી હતી. આ સંદર્ભે ક્રિષ્નાએ ગઈ કાલે સવારે એક ટ્વીટ કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ક્રિષ્નાએ કહ્યું કે ‘મને તાજેતરમાં જ ખબર પડી છે કે મ્યુઝિક કમ્પોઝર અસોસિએશન ઑફ ઇન્ડિયાએ આપેલી સલાહ મુજબ હિપ હૉપ સૉન્ગની નકલ કરવી એ અપરાધ નથી, કારણ કે તેમના મત પ્રમાણે દરેક હિપ હૉપ સૉન્ગ એક જેવાં જ હોય છે. શાબ્બાશ! તુમ્હારા ખૂન ખૂન, હમારા ખૂન પાની.’
ક્રિષ્નાની આ ટ્વીટ પહેલાં આઇપીએલ ટી૨૦ એન્થમના કમ્પોઝર પ્રણવ અજયરાવ માલપેએ પોતાનું સૉન્ગ ‘આયેંગે હમ વાપસ...’ ઓરિજિનલ કમ્પોઝિશન હોવાનું કહ્યું હતું અને સાથે-સાથે મ્યુઝિક કમ્પોઝર અસોસિએશન ઑફ ઇન્ડિયાએ આપેલું સર્ટિફિકેટ પણ જાહેર કર્યું હતું. અઠવાડિયાની શરૂઆતમાં ક્રિષ્ના કૌલે પોતાના સૉન્ગની આઇપીએલના આયોજકોએ કૉપી કરી હોવાની ફરિયાદ સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા કરી હતી અને પોતાના સાથીકલાકારો અને ચાહકવર્ગને આ વિશે મદદ કરવા માટે આગ્રહ કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK