Badminton : પીવી સિંધુ સિંગાપોર ઓપનમાં હારી, ભારતના પડકારનો અંત

મુંબઈ | Apr 13, 2019, 17:42 IST

ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલીસ્ટ ભારતની સ્ટાર પી વી સિંઘુને સિંગાપોર ઓપનની સેમી ફાઈનલમાં જાપાનની વર્લ્ડ નંબર 3 નોઝોમી ઓકુહારા સામે હારતા ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે.

Badminton : પીવી સિંધુ સિંગાપોર ઓપનમાં હારી, ભારતના પડકારનો અંત
સિંગાપોર ઓપનમાં પીવી સિંધુની હાર

ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલીસ્ટ ભારતની સ્ટાર પી વી સિંઘુને સિંગાપોર ઓપનની સેમી ફાઈનલમાં જાપાનની વર્લ્ડ નંબર 3 નોઝોમી ઓકુહારા સામે હારતા ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે. આ હાર સાથે સિંગાપોર ઓપનમાં ભારતના પડકારનો અંત આવ્યો હતો. જાપાની નોઝોમની આકુહારાએ 21-7, 21-11થી પી.વી સિંધુને આસાનીથી હરાવી હતી. પી.વી સિંધુ અને નોજોમી વચ્ચે અત્યાર સુધી 14 મેચ રમાઈ હતી જેમા બન્ને 7-7 મેચ જીત્યા છે.

ચાલુ વર્ષ પીવી સિંધુ માટે ખરાબ રહ્યું છે
પી.વી સિંધુની સફર આ વર્ષે ખાસ રહી નથી. આ પહેલી વાર નથી જ્યારે પી.વી સિંધુને એકતરફી હારનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા પણ પી.વી સિંધુ જાન્યુઆરીમાં ઈન્ડોનેશિયા માસ્ટર્સ ટુર્નામેન્ટમાં ક્વાટર ફાઈનલમાં હારી હતી. આ મેચમાં સિંઘુને સ્પેનની કૈરોલિનાએ 11-21 અને 12-21ના સેટથી હાર આપી હતી.


પી.વી સિંધુની હાર સાથે સિંગાપોર ઓપનમાં ભારતની સફર પણ પૂરી થઈ છે. પી.વી સિંઘુ ઈન્ડોનેશિયા ઓપન પછી પણ ઓલ ઈંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશિપ અને ઈન્ડિયન ઓપનમાં પણ વિજેતા બની શકી હતી નહી. ઈંગ્લેન્ડ ઓપનમાં પી.વી સિંઘુ ઓપનના પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ હતી જ્યારે ઈન્ડિયા ઓપનમાં સેમિફાઈનલમા બહાર થઈ હતી

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK