Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગુજરાતી બૅટ્સમેનો ચેતેશ્વર પુજારા ને હિકેન શાહે ઇંગ્લિશ બોલરોની ખબર લઈ નાખી

ગુજરાતી બૅટ્સમેનો ચેતેશ્વર પુજારા ને હિકેન શાહે ઇંગ્લિશ બોલરોની ખબર લઈ નાખી

05 November, 2012 03:11 AM IST |

ગુજરાતી બૅટ્સમેનો ચેતેશ્વર પુજારા ને હિકેન શાહે ઇંગ્લિશ બોલરોની ખબર લઈ નાખી

ગુજરાતી બૅટ્સમેનો ચેતેશ્વર પુજારા ને હિકેન શાહે ઇંગ્લિશ બોલરોની ખબર લઈ નાખી






નવી મુંબઈ: સ્ટુઅર્ટ બ્રૉડની કૅપ્ટન્સીમાં મુંબઈ ‘એ’ સામે ત્રણ દિવસની પ્રૅક્ટિસ-મૅચ રમી રહેલી ઇંગ્લિશ ટીમે ગઈ કાલે બીજા દિવસે બે ગુજરાતી બૅટ્સમેનોની લાંબી ઇનિંગ્સનો સામનો કરવો પડ્યો હતો અને આ મૅચ જીતવાની આશા છોડી દેવી પડી હતી. ગઈ કાલની રમતને અંતે મુંબઈ ‘એ’ના ચાર વિકેટે ૨૩૨ રન હતા અને ઇંગ્લૅન્ડના પ્રથમ દાવના ૩૪૫ રનથી એ માત્ર ૧૧૩ રન પાછળ હતું.


ચેતેશ્વર પુજારા (૮૭ રન, ૧૮૪ બૉલ, ૧૧ ફોર) સદી ચૂકી ગયો હતો, પરંતુ લેફ્ટી બૅટ્સમૅન હિકેન શાહ (૮૪ નૉટઆઉટ, ૧૯૦ બૉલ, ૧ સિક્સર, ૯ ફોર) સેન્ચુરીથી માત્ર ૧૬ ડગલાં દૂર હતો. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૬૩ રનની ભાગીદારી થઈ હતી. પુજારા સૌરાષ્ટ્રની ટીમનો પ્લેયર છે, પરંતુ તેને ૧૫ નવેમ્બરે અમદાવાદમાં શરૂ થતી પ્રથમ ટેસ્ટમૅચ પહેલાંની પ્રેક્ટિસ માટે આ મૅચમાં તેનો મુંબઈની ટીમમાં ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. તે માત્ર બાવીસ રને હતો ત્યારે સ્લિપમાં મૉન્ટી પનેસરે તેનો કૅચ છોડ્યો હતો.


ઇંગ્લૅન્ડનો મુખ્ય બોલર જેમ્સ ઍન્ડરસન ૩૬ રનમાં એક વિકેટ લઈ શક્યો હતો. મૉન્ટી પનેસરને ૪૭ રનમાં એક, સ્પિનર જો રુટને ૪૩ રનમાં એક અને ગ્રેહામ અન્યન્સને ૩૪ રનમાં એક વિકેટ મળી હતી. સ્ટુઅર્ટ બ્રૉડ, સમિત પટેલ અને જોનથન ટ્રૉટ વિકેટ વગરના રહ્યા હતા.

ઓપનર ભાવિન ઠક્કર પાંચ રન અને શિખર ધવન ૨૭ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પણ ૧૭ રન બનાવી શક્યો હતો.

આજે ટીમની જાહેરાત

ઇંગ્લૅન્ડ સામે ૧૫ નવેમ્બરે અમદાવાદમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટમૅચ માટેના ૧૫ ખેલાડીઓની આજે જાહેરાત થશે જેમાં યુવીનો સમાવેશ નિશ્ચિત લાગે છે

Whatsapp-channel Whatsapp-channel

05 November, 2012 03:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK