પાકિસ્તાન ક્રિકેટ ટીમ સ્વદેશ પરત ફરી, લોખંડી સુરક્ષા વચ્ચે એરપોર્ટથી ઘરે લઇ જવાયા

Karachi | Jul 07, 2019, 22:51 IST

પાકિસ્તાનની પુરી ટીમ એક સાથે કરાચી એરપોર્ટ પર પહોંચી હતી. કરાચી એરપોર્ટ પર પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓને લોખંડી સુરક્ષા પણ આપવામાં આવી હતી.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ કરાચી એરપોર્ટ પહોંચી
પાકિસ્તાન ક્રિકેટ ટીમ કરાચી એરપોર્ટ પહોંચી

Karachi : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માંથી બહાર થયા બાદ પાકિસ્તાનની ટીમ રવિવારે સ્વદેશ પરત ફરી હતી. પાકિસ્તાનની પુરી ટીમ એક સાથે કરાચી એરપોર્ટ પર પહોંચી હતી. કરાચી એરપોર્ટ પર પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓને લોખંડી સુરક્ષા પણ આપવામાં આવી હતી. જેથી કોઈ પ્રકારની અનહોની ના થાય. સુરક્ષામાં જ તેમને ઘર અને હોટલ સુધી લઇ જવામાં આવ્યા હતા. મહત્વનું છે કે પાકિસ્તાનની હાર બાદ સોશિયલ મીડિયામાં લોકોનો જે રીતનો ગુસ્સો જોવા મળતો હતો તેવું કરાચી એરપોર્ટ પર કઇં જ જોવા મળ્યું ન હતું.

 
 
 
View this post on Instagram

Cricket team captain Sarfaraz Ahmed returns from the United Kingdom to Karachi. #DawnToday #DawnViralToday

A post shared by Dawn Today (@dawn.today) onJul 7, 2019 at 12:13am PDT
પાકિસ્તાન પહોંચ્યા બાદ સરફરાઝે પ્રેસ કોન્ફરન્સ કરી
પાકિસ્તાન પહોંચ્યા પછી સરફરાઝે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. સરફરાઝે કહ્યું હતું કે ટીમે પ્રથમ મેચમાં પરાજય પછી રનરેટના મામલાને સમજ્યો હતો. તેમાં સુધારવાનો પ્રયત્ન કર્યો હતો પણ પિચથી મદદ મળી ન હતી. વર્લ્ડ કપમાંથી બહાર થવાનું અમને એટલું જ દુખ છે જેટલું આખા દેશને છે. કોઈપણ ટીમ હારવા માટે જતી નથી. આ દરમ્યાન તેણે પોતાના સુકાની પદને લઇને સ્પષ્ટ કર્યું હતું કે તે કેપ્ટનશિપ છોડશે નહીં. પરંતુ અંતિમ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો રહેશે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

ભારત સામેની હાર બાદ અમારા દિવસો ઘણા મુશ્કેલ રહ્યા હતા : સરફરાઝ
સરફરાઝે સ્વિકાર કર્યું હતું કે પ્રથમ 5 મેચમાં ટીમનું પ્રદર્શન બરોબર ન હતું. પ્રથમ મેચમાં ખરાબ પ્રદર્શન પછી વરસાદના કારણે શ્રીલંકા સામે રમી શક્યા ન હતા. આ પછી ઓસ્ટ્રેલિયા અને ટીમ ઇન્ડિયા સામે પરાજય થયો હતો. ભારત સામેની હાર બાદ સાત દિવસો અમારે માટે ઘણા મુશ્કેલ હતા.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી શોએબ મલિકે નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી પણ તેને ફેરવેલ મેચ રમવાની તક મળી ન હતી. આ વિશે સરફરાઝે કહ્યું હતું કે જ્યાં સુધી શોએબની વાત છે તો ખરાબ કિસ્મતથી તે અંતિમ મેચનો ભાગ ન હતો કારણ કે અમે વિનિંગ કોમ્બિનેશન સાથે જવાનો નિર્ણય કર્યો હતો. તેને ટીમ તરફથી ફેરવેલ આપવામાં આવી હતી અમારી દુવા તેની સાથે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK