આવતા અઠવાડિયે યુએઈની મુલાકાત લેશે બીસીસીઆઇના અધિકારીઓ

Updated: Aug 12, 2020, 17:04 IST | IANS | Dubai

આ વર્ષે રમાનારી આઇપીએલ અબુ ધાબી, દુબઈ અને શારજાહ એમ ત્રણ સ્થળે રમાશે

 પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભારતીય ક્રિકેટ બોર્ડના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ આગામી અઠવાડિયામાં યુએઈની મુલાકાત લેશે અને ત્યાં મળતી સુવિધાઓની સમીક્ષા કરશે. આ વર્ષે રમાનારી આઇપીએલ અબુ ધાબી, દુબઈ અને શારજાહ એમ ત્રણ સ્થળે રમાશે. આઇપીએલના ચૅરમૅન બ્રિજેશ પટેલ, હેમાંગ અમીન, બીસીસીઆઇના વચગાળાના સીઈઓ અને આઇપીએલના ચીફ ઑપરેટિંગ ઑફિસર આ સ્થળની મુલાકાત લેશે. યુએઈ પહોંચી કામ શરૂ કરતાં પહેલાં તેઓ પોતાને હોટેલરૂમમાં ૬ દિવસ સુધી ક્વૉરન્ટીન કરશે. આઇપીએલ માટે સરકાર તરફથી ગ્રીન સિગ્નલ મળી ચૂક્યું છે. આ ઉપરાંત વિવો સાથેનો કરાર પણ રદ કરવામાં આવ્યો છે અને ભારતીય ક્રિકેટ બોર્ડે ટાઇટલ સ્પૉન્સર માટે નવાં ટેન્ડર પણ મગાવ્યાં  છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK