Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એક સમયે મેચ રમવા મળતા 200 રૂપિયા હવે રમશે ભારતીય ટીમ માટે

એક સમયે મેચ રમવા મળતા 200 રૂપિયા હવે રમશે ભારતીય ટીમ માટે

22 July, 2019 06:21 PM IST |

એક સમયે મેચ રમવા મળતા 200 રૂપિયા હવે રમશે ભારતીય ટીમ માટે

નવદીપ સૈની

નવદીપ સૈની


વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન થઈ ચૂક્યુ છે. વેસ્ટ ઈન્ડિઝ સામે 3 ઓગસ્ટથી શરૂ થનારી સિરીઝમાં ભારતીય સિલેક્ટર્સે ઘણા નવા ચહેરાઓને ભારતીય ટીમમાં સ્થાન આપ્યું છે. ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T-20 મેચ રમશે. ભારતીય ટીમમાં નવદીપ સૈની અને રાહુલ ચાહરને પહેલી વાર ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ફાસ્ટ બોલર નવદીપ સૈનીને પહેલીવાર વન-ડે અને T-20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઘરેલૂ ક્રિકેટમાં સતત સારૂ પ્રદર્શનના કારણે નવદીપ સૈનીને વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. પ્રસાદના સિલેક્શન પર કહ્યું હતું કે, ઈન્ડિયા-Aમાં સતત સારૂ પ્રદર્શન કરી રહેલા ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. રણજી ટ્રોફીમાં નવદીપ સૈની દિલ્હી માટે રમે છે. હરિયાણાના કરનાલમાં જન્મેલા નવદીપ સૈનીને લોકલ ટુર્નામેન્ટમાં રમવા માટે એક મેચના 200 રૂપિયા મળતા હતા.નવદીપ સૈની 2013 સુધી લેધર બોલ રમ્યા હતા નહી.



આ પણ વાંચો: ટીમ ઇન્ડિયામાં આ ભાઇઓની ચોથી જોડી છે, એક ભાઇની ધોનીએ કરી છે મદદ


સૈનીની બોલિંગના કારણે જ દિલ્હીની ટીમ 2017-18ની ફાઈનલમાં પહોંચી હતી. સૈનીએ 8 મેચમાં 34 વિકેટ ઝડપી હતી. બંગાળ સામે જોરદાર બોલિંગ કતા કુલ 7 વિકેટ ઝડપી હતી જેની મદદથી દિલ્હી ફાઈનલમાં પહોંચ્યું હતું. સૈનીને 2018માં અફઘાનિસ્તાનની મેચ સામે મોકો આપવામાં આવ્યો હતો. નવદીપ સૈની રોયલ ચેલેન્જર બેંગ્લેર માટે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. સૈની સાથે ચાહર બ્રધર્સને પણ ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2019 06:21 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK