Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > તું ફક્ત રમવા પર ધ્યાન આપ, બાકી અમે જોઈ લઈશું : મોદી

તું ફક્ત રમવા પર ધ્યાન આપ, બાકી અમે જોઈ લઈશું : મોદી

10 June, 2014 04:50 AM IST |

તું ફક્ત રમવા પર ધ્યાન આપ, બાકી અમે જોઈ લઈશું : મોદી

 તું ફક્ત રમવા પર ધ્યાન આપ, બાકી અમે જોઈ લઈશું : મોદી




દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇંલેક્શન વખતે જાહેરાત કરી હતી કે અમે રમતવીરોને સૈનિકોની જેમ સન્માન આપીશું. તેમની એ જાહેરાત બાબતે તે કેટલા સિરિયસ છે એની સાબિતી દેશની નંબર વન મહિલા ખેલાડી અંકિતા રૈનાના ઉદાહરણ પરથી મળી શકશે.

ગયા વર્ષે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદી ગર્લ અંકિતાએ દેશ-વિદેશમાં આખા વર્ષભર રમવા જવા માટે ખચોર્ પોસાતો ન હોવાથી ગુજરાતની સ્પોટ્ર્સ ઑથોરિટીને મદદની અપીલ કરી હતી. ગયા વર્ષે અંકિતા ફાઇનૅન્શિયલ સમસ્યાને લીધે ફક્ત ૧૧ સ્પર્ધામાં જ ભાગ લઈ શકી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ બાદ અંકિતા આ વર્ષે પાંચ જ મહિનામાં ૭ ટુર્નામેન્ટમાં ભાગ લઈ આવી છે અને આઠમી ટુર્નામેન્ટ માટે ઉઝબેકિસ્તાન જતાં પહેલાં અંકિતાએ નરેન્દ્ર મોદીને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે ‘તેમણે મારી વાતો ધ્યાનથી સાંભળી હતી. મેં તેમને કહ્યું હતું કે હું દેશની નંબર વન સિંગલ્સ ખેલાડી છું અને ગુજરાતમાંથી આવી કમાલ કરનાર પહેલી છું. સ્પોન્સરશિપના અભાવે હું બધી ટુર્નામેન્ટમાં રમવા નથી જઈ શકતી. તેમણે મને ભરોસો અપાવ્યો હતો કે તું ફક્ત રમવા પર ધ્યાન આપ, બીજી બાબતો અમે સંભાળી લઈશું. તેમણે તરત જ એક મહિનાની અંદર એક નવી યોજના શરૂ કરી દીધી અને મને તથા અન્યોને તરત જ આર્થિક લાભ મળવા લાગ્યો હતો અને બધી જ સમસ્યાઓ ઉકેલાઈ ગઈ હતી.’

ગઈ કાલે જાહેર થયેલા રૅન્કિંગમાં પણ અંકિતાએ ૨૮ ક્રમાંકના જમ્પ સાથે કરીઅર-બૅસ્ટ ૨૬૨મા ક્રમે પહોંચી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2014 04:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK