Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મનપ્રીત પોતાની ગેમથી ટીમને મોટિવેટ કરે છે : નીલકંઠ

મનપ્રીત પોતાની ગેમથી ટીમને મોટિવેટ કરે છે : નીલકંઠ

09 May, 2020 02:22 PM IST | Mumbai Desk
Mumbai Correspondence

મનપ્રીત પોતાની ગેમથી ટીમને મોટિવેટ કરે છે : નીલકંઠ

મનપ્રીત, નીલકંઠ

મનપ્રીત, નીલકંઠ


ઇન્ડિયન હૉકી ટીમના પ્લેયર નીલકંઠ શર્માનું કહેવું છે કે ટીમના કૅપ્ટન મનપ્રીત સિંહ પોતાની ગેમથી સૌકોઈ પ્લેયરને મોટિવેટ કરે છે અને સાથે-સાથે એ વાતનું પણ ધ્યાન રાખે છે કે દરેક પ્લેયર ટીમમાં પોતાનું યોગદાન આપે. આ વિશે વાત કરતાં નીલકંઠે કહ્યું કે ‘‘હું અને મનપ્રીત ફીલ્ડ પર જે પ્રમાણે વાત કરીએ છીએ એ કાબિલે તારીફ છે. તે પોતાની ગેમથી તમામ પ્લેયરને મોટિવેટ કરે છે અને સાથે-સાથે એ વાતનું પણ ધ્યાન રાખે છે કે દરેક પ્લેયર ટીમમાં પોતાનું યોગદાન આપે. હાર્દિક સાથે પણ મારું સારું બને છે. અમે બન્ને એકબીજાને સમજીએ છીએ અને સપોર્ટ કરીએ છીએ. છેલ્લા કેટલાક સમયથી અમે વાત કરી રહ્યા છીએ અને આશા રાખું છું કે જ્યારે અમે પ્રૅક્ટિસ કરવા ફીલ્ડ પર રમવા જઈશું ત્યારે અમારી ચર્ચા કામ લાગશે. આવનારા કેટલાક મહિના સૌકોઈ માટે પડકારરૂપ છે. એક વાર લૉકડાઉન પતે એટલે અમે શક્ય એટલી સારી રીતે યોજનાબદ્ધ ટ્રેઇનિંગ કરવા નીકળી પડીશું. હાલના દિવસોમાં અમે ઓછા અને મર્યાદિત સાધનોથી જ પ્રૅક્ટિસ કરીએ છીએ. ગેમ માટે ફિટનેસ ઘણી મહત્ત્વની છે અને એને લીધે હું છેલ્લા કેટલાક વખતમાં ઘણું બધું શીખ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2020 02:22 PM IST | Mumbai Desk | Mumbai Correspondence

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK