Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બટલર અને વૉક્સનો દબદબો

બટલર અને વૉક્સનો દબદબો

09 August, 2020 04:41 PM IST | Manchester
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બટલર અને વૉક્સનો દબદબો

વૉક્સ અને બટલર

વૉક્સ અને બટલર


પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટ મૅચ ઇંગ્લૅન્ડ જીતે એના ચાન્સ વધી ગયા છે. ઇંગ્લૅન્ડની બીજી ઇનિંગમાં જોસ બટલર અને ક્રિસ વૉક્સની જોડીએ પાકિસ્તાનને ટેન્શનમાં મૂકી દીધા છે. ઇંગ્લૅન્ડે ચોથા દિવસે ત્રીજા સેશનમાં પાંચ વિકેટે ૨૩૦ રન કર્યા હતા. બટલર ૫૭ અને વૉક્સ ૬૪ રન કરીને હજી રમી રહ્યા છે. પાકિસ્તાન બીજી ઇનિંગમાં ૧૬૯ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. આ ઇનિંગમાં સ્ટુઅર્ટ બ્રૉડે ત્રણ વિકેટ લીધી હતી તેમ જ બેન સ્ટોક્સ અને ક્રિસ વૉક્સે બે-બે વિકેટ લીધી હતી. પાકિસ્તાનમાં યાસિર શાહના ૩૩ રનથી વધુ એક પણ પ્લેયર સ્કોર નહોતો કરી શક્યો. જોકે પાકિસ્તાનના બોલરે પણ બીજી ઇનિંગમાં ઇંગ્લૅન્ડે શરૂઆતમાં ખૂબ જ હેરાન કર્યા હતા. યાસિર શાહે ૩૩ રન કરવાની સાથે બે વિકેટ પણ લીધી હતી. ઇંગ્લૅન્ડને હવે જીતવા માટે ફક્ત ૪૭ રનની જરૂર છે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2020 04:41 PM IST | Manchester | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK