હું ફૉમ્યુર્લા-વન ટીમનો ઇક્વિટી હિસ્સો સહારાને નથી વેચી રહ્યો : વિજય માલ્યા
યુબી ગ્રુપના માલિક વિજય માલ્યા ફોર્સ ઇન્ડિયાના કો-ઓનર છે અને તેઓ પોતાનો આ ટીમમાંનો ઇક્વિટી હિસ્સો સહારા ઇન્ડિયાને વેચી રહ્યા હોવાની વાતો ચગી છે. જોકે માલ્યાએ ગઈ કાલે સાફ શબ્દોમાં આ વાતને નકારતાં કહ્યું હતું કે ‘ફોર્સ ઇન્ડિયાનો ઇક્વિટી હિસ્સો વેચવાનો મારો કોઈ ઇરાદો નથી. ભારતમાં ફૉમ્યુર્લા-વનની રેસ યોજાવાની છે એને હું મોટો અવસર ગણું છું અને એની રાહ જોઈ રહ્યો છું. વર્તમાન સીઝનમાં ફોર્સ ઇન્ડિયા ૪૮ પૉઇન્ટ સાથે છઠ્ઠા નંબરે છે અને હું ટીમનો ઑર સારો પફોર્ર્મન્સ જોવા માગું છું.’