Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધોનીનો નવો અવતાર થયો વાઈરલ, આ લૂકમાં દેખાયા માહી

ધોનીનો નવો અવતાર થયો વાઈરલ, આ લૂકમાં દેખાયા માહી

25 August, 2019 01:24 PM IST | મુંબઈ

ધોનીનો નવો અવતાર થયો વાઈરલ, આ લૂકમાં દેખાયા માહી

મહેન્દ્રસિંહ ધોની

મહેન્દ્રસિંહ ધોની


ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દરસિંહ ધોની જમ્મુ કાશ્મીરમાં ઈન્ડિયન આર્મીમાં પોતાની સેવા આપીને પાછા ફરી ચૂક્યા છે. 15 દિવસ ડ્યૂટી અને લગભગ એક મહિના સુધી ટ્રેનિંગ કર્યા બાદ કાશ્મીરથી પાછા ફરેલા ધોની હવે પોતાના અન્ય કામમાં વ્યસ્ત થઈ ચૂક્યા છે. આ દરમિયાન તે એડ પણ શૂટ કરી રહ્યા છે, જે જુદી જુદી બ્રાન્ડ્સ માટે છે.




આ દરમિયાન તેમના કેટલાક ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં મહેન્દ્રસિંહ ધોનીનો નવો અવતાર દેખાઈ રહ્યો છે. 38 વર્ષના ધોનીનો નવો લૂક લોકોને ખૂબ જ ગમી રહ્યો છે. આ તસવીર અને વીડિયોઝ જયપુરના છે, જેમાં ધોની પોતાના માથા પર કાળું કપડું બાંધેલા દેખાય છે. ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલની ઉપાધી સન્માનમાં મેળવનાર ધોની ટૂંક સમયમાં જ મેદાન પર પાછા દેખાઈ શકે છે.

 
 
 
View this post on Instagram

Recent Click of MS Dhoni with friends from Jaipur!?? . #Dhoni #MSDhoni #TravelDiary

A post shared by MS Dhoni / Mahi7781 (@msdhonifansofficial) onAug 24, 2019 at 12:38am PDT


ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટ એટલે કે ભારતના સ્વતંત્રતા દિવસની સાંજ તેમણે લદ્દાકમાં વીતાવી હતી. અહીં તેમણે સિયાચિન વૉર મેમોરિયલ પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. તેના આગલા દિવસે તેઓ લેહમાં બાળકો સાથે ક્રિકેટ રમતા દેખાયા. બાદમાં તેઓ દિલ્હી પાછા ફર્યા અને ત્યાંથી રાંચી જવા નીકળ્યા હતા. જો કે હાલ ધોની મુંબઈ અને અન્ય સ્થળે પોતાના કામ પૂરા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ ધોની ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વર્લ્ડ કપ રમ્યા બાદ ભારતીય સૈન્ય સાથે સમય વીતાવવા પહોંચ્યા હતા. આ દરમિાયન તેમણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન પોતે હાજર ન હોવાનું કહ્યું હતું. જો કે હવે ચર્ચા છે કે ધોની કદાચ આગામી મહિને દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ટી20 સિરીઝમાં દેખાઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

25 August, 2019 01:24 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK