ધોની વેચી રહ્યો છે 40 રૂપિયા કિલો ટામેટા, જાણો કેમ?

Published: 26th November, 2020 16:39 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ધોની ફાર્મ હાઉસમાં હાલમાં સિઝનેબલ શાકભાજીનું ઉત્પાદન કરે છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

રિટાયરમેન્ટ બાદ ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની  હવે પોતાનુ ધ્યાન ડેરી ફાર્મ સાથે સાથે ઓર્ગેનિક ખેતી પર પણ લગાવી દીધુ છે. ધોનીએ રાંચીના ધુર્વા સ્થિત સેમ્બોમાં 55 એકરમાં ફાર્મિગ કરી રહ્યો છે. જેમાં તે ડેરી ફાર્મની સાથે સાથે ઓર્ગેનિક ખેતી પણ કરી રહ્યો છે. ધોની ફાર્મ હાઉસમાં હાલમાં સિઝનેબલ શાકભાજીનું ઉત્પાદન કરે છે.

કૅપ્ટન કુલના ફાર્મ હાઉસ પર ટામેટા, ફ્લાવર, કોબીજ, બ્રોકોલી જેવી ખેતી થઇ રહી છે. જેમાં હાલમાં ટામેટાનુ ઉત્પાદન શરુ થઇ ચુક્યુ છે. ધોનીના ફાર્મ હાઉસમાં પ્રતિ દિન 80 કિલો ટામેટાનુ ઉત્પાદન શરુ થયુ છે. બજારમાં તેની ખુબ ડીમાન્ડ પણ છે, સવારે સવારે જ તેના ટામેટા પણ વેચાઇ જાય છે. ટામેટાનુ ઉત્પાદન પુરી રીતે ઓર્ગેનિક રુપ થી કરવામાં આવી રહ્યુ છે. આવનારા એકાદ સપ્તાહમાં ધોનીના ફાર્મ હાઉસની ઉત્પાદિત કોબીજનો રાંચીના લોકો પણ સ્વાદ લઇ શકશે. જોકે હાલમાં તો ધોનીના ફાર્મના ટામેટા 40 રુપિયા પ્રતિકીલો વેચાઇ રહ્યા છે.

આ પણ વાંચોઃ ધોનીની ખોટ કોઈ પુરી ન શકેઃ રાહુલ

તેમ જ માહીના ફાર્મ હાઉસમાં દૈનિક લગભગ 300 લીટર દુધનુ ઉત્પાદન થઇ રહ્યુ છે. તેનુ દુધ પણ સીધુ જ બજારમાં વેચાઇ રહ્યુ છે. 55 રુપીયા પ્રતિ લીટર દુધ વેચાઇ રહ્યુ છે. ધોનીના ફાર્મની ડેરીની દેખરેખ રાખી રહેલા ડોક્ટર વિશ્વરંજન ને કહ્યુ છે કે, ધોનીએ ભારતીય નસલની સાહીવાલ અને ફ્રાન્સની નસલની ફ્રીઝિયન ગાયને રાખી છે. ધોનીની ગૌ શાળામાં હાલમાં 70 જેટલી ગાયો છે. જે તમમ ગાયો પંજાબ થી લાવવામાં આવી હતી. ધોનીના ફાર્મ હાઉસની દેખરેખ શિવનંદન અને તેની પત્નિ સુમન યાદવ કરી રહ્યા છે. તેમની જ જવાબદારી પર શાકભાજીનો પુરો કારોબર ચાલે છે.

શિવનંદને બતાવ્યું હતુ કે અત્યાર સુધીમાં લાખો રુપિયા તેમણે ધોનીના એકાઉન્ટમાં નાંખ્યા છે. ધોનીએ પોતાના ફાર્મ હાઉસની ઉત્પાદિત શાકભાજી અને ડેરી ફાર્મથી ખુબ ખુશ છે. ધોની જ્યારે રાંચી માં રહે છે, તો તે પ્રત્યેક બે ત્રણ દિવસે અહી પોતાના ફાર્મને જોવા માટે જરુર આવે છે. તેમણે બતાવ્યુ કે જે રીતે શાકભાજીનુ ઓર્ગેનિક રુપ થી ઉત્પાદન થઇ રહ્યુ છે તો ધોનીએ તેને જોઇને ખુબ ખુશ છે. શાકભાજી અને દુધ વેચીને જે પણ પૈસા મળે છે તે સીધા જ ધોનીના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. ધોની ના ડેરી ફાર્મમાં રાખવામાં આવેલી ગાયો ની પાસે આવીને પણ ધોની કેટલીક પળો વિતાવે છે.

 • 1/5
  દેવલ સહાય 73 વર્ષના હતા. તે રમતગમતની દુનિયાના મોટી વ્યક્તિ હતા. સપ્ટેમ્બર મહિનાથી તેઓ રાંચીની હૉસ્પિટલમાં દાખલ હતા. હૉસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમને 40 દિવસે રજા આપવામાં આવી હતી. પછી તેઓ ઘરે ગયા હતા અને આજે સવારે તેમના મૃત્યુના સમાચાર આવ્યા છે. આજે સવારે ત્રણ વાગે તેમનું અવસાન થયું હોવાના અહેવાલ છે.

 • 2/5
  દેવલ સહાય ક્રિકેટ અને ફૂટબોલના મહાન ખેલાડી રહ્યાં છે. તેઓ જેએસસીએ ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ મેકોન, સીસીએલ અને સીએમપીડીઆઈમાં એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્યરત રહ્યાં છે.

 • 3/5
  ક્રિકેટ જગતમાં દેવલ દાના નામે જાણીતા દેવલ સહાયે ઝારખંડના ઘણા ક્રિકેટ ખેલાડીઓની કારકિર્દી બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમને રાંચીમાં ક્રિકેટના ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે. તેમના માર્ગદર્શન હેઠળ ડઝનેક ક્રિકેટરોએ દેશ અને રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ મહત્વનું છે. મૂળ ઈલેક્ટ્રિક્લ એન્જિનિયર રહેલા દેવલ સહાયને રાંચીમાં ટર્ફ પિચ લાવવાનો શ્રેય જાય છે.

 • 4/5
  દેવલ સહાયે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (સીસીએલ) ના ડિરેક્ટર તરીકે યુવાન ધોનીને 1997-98માં સ્ટાઈપન પર રાખ્યો હતો. એમએસ ધોનીની બાયોપિકમાં પણ દેવલ સહાયનો ઉલ્લેખ કરાયો છે. શીશમહલ ટુર્નામેન્ટની મેચોમાં જ્યારે પણ ધોનીએ સિક્સર ફટકારી ત્યારે દેવલ સહાયે માહીને 50 રૂપિયાની ભેટ આપી હતી. દેવલ સહાય ધોનીના સમર્પણ અને ક્રિકેટિંગ કુશળતાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમને બિહારની ટીમમાં જોડાવાની પ્રેરણા આપી હતી. ધોનીની કારર્કિદીમાં તેમનો ફાળો મહત્વનો છે.

 • 5/5
  દેવલ સહાય તેમની પાછળ સંપૂર્ણ કુટુંબને છોડી ગયા છે. તેમની પત્ની, એક પુત્રી અને એક પુત્ર સહિત આખું ઝારખંડ ખેલ જગત તેમના નિધનની દુ:ખી છે. મહેન્દ્ર સિંહ ધોનીને પણ તેમના નિધનના સમાચારથી દુ;ખી છે.

  દેવલ સહાય તેમની પાછળ સંપૂર્ણ કુટુંબને છોડી ગયા છે. તેમની પત્ની, એક પુત્રી અને એક પુત્ર સહિત આખું ઝારખંડ ખેલ જગત તેમના નિધનની દુ:ખી છે. મહેન્દ્ર સિંહ ધોનીને પણ તેમના નિધનના સમાચારથી દુ;ખી છે.

Loading...
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK