રૈના અને ડુ પ્લેસી પર ભારે પડી લોકેશની ઇનિંગ્સ: પંજાબનો છ વિકેટથી વિજય

Published: 6th May, 2019 10:34 IST | ચંદીગઢ

પંજાબ સામે હાર છતાં સારા રન-રેટને લીધે ઘરઆંગણે જ ક્વૉલિફાયર રમશે ચેન્નઈ

હાફ સેન્ચુરી બાદ લોકેશ રાહુલ.
હાફ સેન્ચુરી બાદ લોકેશ રાહુલ.

લોકેશ રાહુલે ૩૬ બૉલમાં ફટકારેલા ૭૧ રનના કારણે ગઈ કાલે ચંદીગઢમાં રમાયેલી મૅચમાં પંજાબે ચેન્નઈને છ વિકેટથી હરાવ્યું હતું. પરાજય છતાં ચેન્નઈ પહેલી બે ટીમમાં સ્થાન જાળવી રાખવામાં સફળ થતાં પોતાની પહેલી ક્વૉલિફાયર હોમ ગ્રાઉન્ડ ચૅપોકમાં જ રમશે. સ્પર્ધામાંથી બહાર થઈ ગયેલા પંજાબે રાહુલ અને ક્રિસ ગેઇલ (૨૮ બૉલમાં ૨૮) અને નિકોલસ પુરણના ૨૨ બૉલમાં ૩૬ રનના કારણે ૧૮ ઓવરમાં ૧૭૧ રન કર્યા હતા. ચેન્નઈનો રન-રેટ †૦.૧૩૧ હોવાથી ડિફેન્ડિંગ ચૅમ્પિયન પહેલા બે સ્થાને રહ્યું હતું.

ગઈ કાલે રાહુલની આક્રમક ઇનિંગ્સ એટલી શાનદાર હતી કે યુનિવર્સલ બૉસ ગેઇલે જેટલા બૉલ રમ્યો હતો એટલા જ રન ફટકાર્યા હતા. આ બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે ૧૦.૩ ઓવરમાં ૧૦૮ રનની પાર્ટનરશિપ થઈ હતી. હરભજન સિંહે ત્રણ વિકેટ લીધી હતી, પરંતુ ૪ ઓવરમાં ૫૭ રન આપ્યા હતા. એ પહેલાં ડુ પ્લેસી માત્ર ૪ રન માટે સદી ચૂક્યો હતો.

આ પણ વાંચો : ભારત પાસે ટૉપ ક્વૉલિટીના અમ્પાયર કેમ નથી?

ચેન્નઈ પાંચ વિકેટે માત્ર ૧૭૦ રન જ કરી શક્યું હતું. ડુ પ્લેસીએ ૫૫ બૉલમાં ૯૬ અને સુરેશ રૈનાએ ૩૮ બૉલમાં ૫૩ રન અને ૧૨૦ રનની પાર્ટનરશિપને કારણે સારો પાયો નાખ્યો હતો, પરંતુ ત્યાર બાદ સૅમ કરૅન (૩૫ રનમાં ૩ વિકેટ) અને મોહમ્મદ શમીએ (૧૭ રનમાં ૨ વિકેટ) છેલ્લે વધુ છૂટ આપી નહોતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK