ફિલિપ હ્યુઝને શ્રદ્ધાંજલિ આપનાર એમ્પાયરનું પણ બોલ વાગવાથી નિધન

Published: 1st December, 2014 03:48 IST

ક્રિકેટના મેદાનમાં ગરદન પર બૉલ વાગવાથી જીવ ગુમાવનાર ઇઝરાયલી અમ્પાયર હિલેલ અવાસકરે તેમના મૃત્યુની અમુક મિનિટ પહેલાં જ ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ફિલિપ હ્યુઝને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે તેમને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે પોતે પણ આ રીતે મૃત્યુને ભેટશે.


hilel-avaskarબિપિન દાણી


તેલ અવીવના અસદોદથી ટેલિફોન પર વાતચીત કરતાં ઇઝરાયલના અમ્પાયરનાં પત્ની જેની અવાસકરે જણાવ્યું હતું કે ‘શનિવારે મૅચ પૂર્વે જ તેમણે હ્યુઝને અંજલિ આપી હતી અને મને વચન આપ્યું હતું કે મૅચના વિરામ દરમ્યાન અથવા મૅચના અંતે પોતાનો ફોટોગ્રાફ મોકલશે. દુ:ખની વાત એ છે કે આવી ઘડી હવે કદાપિ નહીં આવે.’

અસદોદમાં રમાયેલી એક લીગ મૅચ દરમ્યાન બૅટ્સમૅને ફટકારેલો બૉલ સ્ટમ્પ પર અથડાયા બાદ જોશભેર તેમની ગરદન પર વાગ્યો હતો. તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા. અમ્પાયરનાં પત્નીએ ઉમેર્યું હતું કે એક ખેલાડી તરીકે તેઓ રમતને ખૂબ પસંદ કરતા હતા. બાળકોને પણ તેમણે કોચિંગ આપ્યું હતું. તેઓ ઇંગ્લૅન્ડ જઈને કોચિંગ માટેની તાલીમ લઈ આવ્યા હતા. એક કોચ તરીકે બાળકો તેમને બહુ પસંદ કરતાં હતાં.’

જેનીએ વધુ ઉમેરતાં કહ્યું હતું કે ‘રસપ્રદ વાત એ છે કે હિલેલ અવાસકર ૫૫ વર્ષ પૂર્વે મુંબઈમાં જન્મ્યા હતા. ૧૯૭૭માં તેઓ ઇઝરાયલ આવ્યા હતા. ૧૯૮૦માં અમે બન્ને પ્રેમમાં પડ્યાં હતાં અને ૧૯૮૩માં અમારાં લગ્ન થયાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK