IPL 2020: વિમેન્સ આઇપીએલ માટે ક્રિકેટ બોર્ડે કરી ટીમોની જાહેરાત

Published: 12th October, 2020 18:37 IST | IANS | New Delhi

૪થી ૯ નવેમ્બર દરમિયાન યુએઈમાં રમાનારી ટુર્નામેન્ટમાં હરમનપ્રીત કૌર, મિતાલી રાજ અને સ્મૃતિ મંધાના અનુક્રમે સંભાળશે સુપરનોવા, ટ્રૅલબ્લેઝર્સ અને વેલોસિટી ટીમની કમાન

શારજાહમાં આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી શકે છે.
શારજાહમાં આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી શકે છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે તાજેતરમાં ઇન્ડિયન ક્રિકેટમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે, જે અનુસાર પુરુષ પ્લેયરોની આઇપીએલ બાદ હવે વિમેન્સ આઇપીએલ રમાતી જોવા મળશે. આ વિમેન્સ આઇપીએલ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી છે.
થાઇલૅન્ડની ખેલાડી પણ રમશે
૪થી ૯ નવેમ્બર દરમિયાન યુએઈમાં વિમન્સ લીગ ૨૦૨૦ ટુર્નામેન્ટ રમાશે, જેમાં હરમનપ્રીત કૌર, મિતાલી રાજ અને સ્મૃતિ મંધાના અનુક્રમે સુપરનોવા, ટ્રૅલબ્લેજર્સ અને વેલોસિટી ટીમની કમાન સંભાળતી જોવા મળશે. પ્રત્યેક ટીમ ટુર્નામેન્ટમાં બે-બે મૅચ રમશે. આ લીગમાં ઇન્ડિયન પ્લેયર્સ સાથે ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, બંગલા દેશ અને ન્યુ ઝીલૅન્ડ વિમેન્સ ક્રિકેટ ટીમના પ્લેયર્સ રમતા જોવા મળશે. આ ઉપરાંત આ વર્ષે થયેલી વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં હાફ સેન્ચુરી ફટકારનાર થાઇલૅન્ડની નથકન ચંથમ રમતી જોવા મળશે, જે પોતાના દેશની પહેલી એવી મહિલા ક્રિકેટર છે જે મિની લીગમાં રમશે. વળી વિમેન્સ બિગ બેશ લીગની શરૂઆત આ મહિનાના અંતમાં થતી હોવાને લીધે ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડની સ્ટાર પ્લેયર્સ રમતી જોવા નહીં મળે.

cricket
શું છે આખી યોજના?
વિમેન્સ આઇપીએલની ત્રણ ટીમમાં રમી રહેલી અંદાજે ૩૦ જેટલી ભારતીય મહિલા પ્લેયર્સને મુંબઈમાં ૧૩ ઑક્ટોબરે બોલાવવામાં આવી છે. મુંબઈ પહોંચ્યા બાદ તેમને અઠવાડિયાથી વધારે સમય માટે ક્વૉરન્ટીન કરવામાં આવશે અને ત્યાર બાદ ૨૨ ઑક્ટોબરે તેઓ યુએઈ જવા ઊપડશે. યુએઈ પહોંચ્યા બાદ તેમને મેન્સ આઇપીએલના પ્લેયરની જેમ છ દિવસ માટે ક્વૉરન્ટીન કરવામાં આવશે. આખી ટુર્નામેન્ટ બબલમાં રમવામાં આવશે. હજી સુધી ટુર્નામેન્ટ માટે જગ્યા જાહેર કરવામાં નથી આવી, પણ સંભવતઃ શારજાહમાં આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી શકે છે.

ત્રણે ટીમની સ્ક્વૉડ

સુપરનોવા : હરમનપ્રીત કૌર (કૅપ્ટન), જેમિમાહ રોડ્રિક્સ (વાઇસ કૅપ્ટન), ચમારી અટાપટ્ટુ, પ્રિયા પુનિયા, અનુજા પાટીલ, રાધા યાદવ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), શશિકલા સિરિવર્દને, પૂનમ યાદવ, શકેરા સેલમૅન, અરુંધતી રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, આયુષી સોની, આયબોંગા ખાકા, મુસ્કાન મલિક.
ટ્રૅલબ્લેજર્સ : સ્મૃતિ મંધાના (કૅપ્ટન), દિપ્તી શર્મા (વાઇસ કૅપ્ટન), પૂનમ રાઉત, રિચા ઘોષ, ડી. હેમાલથા, નુઝત પરવિન (વિકેટકીપર), રાજેશ્વરી ગાયકવાડ, હરલીન દેઓલ, ઝૂલન ગોસ્વામી, સિમરન દિલ બહાદુર, સલમા ખાતૂન, સોફી એક્લેસ્ટોન, નથકન ચંથમ, દેન્દ્ર ડોટિન, કાશ્વી ગૌતમ.
વેલોસિટી ઃ મિતાલી રાજ (કૅપ્ટન), વેદા ક્રૃષ્નમૂર્તિ (વાઇસ કૅપ્ટન), શેફાલી વર્મા, સુષ્મા વર્મા (વિકેટકીપર), એકતા બિષ્ટ, માનસી જોશી, શિખા પાંડે, દેવિકા વૈદ્ય, સુશ્રી દિવ્યદર્શિની, મનાલી દક્ષિણી, લેઇટ કસ્પેરેક, ડૅનિયલ વ્યાટ, સુના લ્યુસ, જહાનારા આલમ, એમ. અનાઘા.

મૅચનું શેડ્યુલ

ભારતમાં સાંજે ૭.૩૦ વાગ્યે મૅચ શરૂ થશે
૨૦૨૦, ૦૪ નવેમ્બર - સુપરનોવા v/s વેલોસિટી
૨૦૨૦, ૦૫ નવેમ્બર - વેલોસિટી v/s ટ્રૅલબ્લેજર્સ
૨૦૨૦, ૦૭ નવેમ્બર - ટ્રેલબ્લેજર્સ v/s સુપરનોવા
૨૦૨૦, ૦૯ નવેમ્બર - ફાઇનલ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK