IPL 2020: પ્લે-ઑફમાં સ્થાન પાકું કરવા માગતા કલકત્તાની બાજી બગાડશે ચેન્નઈ?

Published: 29th October, 2020 14:08 IST | PTI | Dubai

ધોનીની ટીમ તો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ મૉર્ગનની ટીમ માટે બન્ને મૅચ જીતવી જરૂરી

સીએસકે ટીમ
સીએસકે ટીમ

આઇપીએલના
પ્લે-ઑફમાંથી સૌથી પહેલાં બહાર થઈ ચૂકેલી ચેન્નઈનો મુકાબલો આજે પ્લે-ઑફમાં સ્થાન બનાવવા મથામણ કરી રહેલી કલકત્તા સાથે થવાનો છે. ચેન્નઈ આ મૅચ પોતાની આબરૂ બચાવવા જીતવા માગે છે, જ્યારે કલકત્તા પોતાની શેષ રહેલી બન્ને મૅચ જીતીને પ્લે-ઑફમાં પોતાનું સ્થાન પાકું કરવાનો પ્રયાસ કરશે. પૉઇન્ટ ટેબલમાં ચેન્નઈ સૌથી છેલ્લા એટલે આઠમા સ્થાને છે, જ્યારે કલકત્તા ૧૨માંથી ૬ મૅચ જીતીને -૦.૪૭૯ની રનરેટ સાથે પાંચમા ક્રમે છે.
કલકત્તા માટે સરળ નહીં હોય આજની મૅચ
કલકત્તા માટે આજની મૅચ સરળ નહીં રહે, કારણ કે બૅન્ગલોર સામે આઠ વિકેટે જીત મેળવીને ચેન્નઈએ પોતાનો પરચો આપ્યો હતો, જ્યારે કલકત્તા ચેન્નઈ સામેના પાછલા મુકાબલાની જેમ આ મુકાબલામાં પણ તેને મોટા અંતરથી પરાજય આપવાનો પ્રયાસ કરશે. દિલ્હી સામે ગાજેલો નીતીશ રાણા પંજાબ સામે ફેલ થયો હતો. ટીમના બૅટિંગ ડિપાર્ટમેન્ટનું અસંગતતાભર્યું પર્ફોર્મન્સ કૅપ્ટન ઓઇન મૉર્ગન માટે ચિંતાનો વિષય છે. ટીમનું બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું પર્ફોર્મ કરી રહ્યું છે. વરુણ ચક્રવર્તી જેવા પ્લેયર પોતાનો કમાલ બતાવી ચૂક્યા છે. કલકત્તાનો સૌથી મોંઘો પ્લેયર પેટ કમિન્સ પણ હજી સુધી નામ પ્રમાણે કામ નથી કરી શક્યો. ટૂંકમાં ચેન્નઈ સામેની મૅચમાં ટીમે સાથે મળીને શાનદાર પર્ફોર્મન્સ કરવું પડશે.
લાજ બચાવવા રમશે ચેન્નઈ
આઇપીએલનાં ૧૩ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ચેન્નઈ પ્લે-ઑફમાં પહોંચ્યા વગર બહાર નીકળી ગઈ છે. એવામાં પોતાની શેષ રહેલી બે મૅચ જીતીને ચેન્નઈ આ ટુર્નામેન્ટની સફર પૂરી કરવા માગશે. બૅન્ગલોર સામેની મૅચમાં મિશેલ સેન્ટનરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તો વળી યુવા પ્લેયર ઋતુરાજ ગાયકવાડે શાનદાર ઇનિંગ રમી હતી. ચેન્નઈના બોલર્સે બૅન્ગલોરના પ્લેયરને જે પ્રમાણે ઓછા રનમાં અટકાવી વિજય મેળવ્યો હતો એ પ્રમાણે આજની મૅચમાં પણ કલકત્તાને હંફાવી વિજય મેળવે એવી ધોનીને આશા હશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK