IPL 2020: વિરાટ આઇપીએલનો કૅપ્ટન નંબર વન

Published: 16th October, 2020 14:18 IST | IANS | Dubai

આઇપીએલમાં સૌથી વધુ ૫૭૧૬ રનના રેકૉર્ડ બાદ હવે વિરાટ સૌથી વધુ રન બનાવનાર કૅપ્ટન બન્યો છે.

વિરાટ કોહલી
વિરાટ કોહલી

આઇપીએલમાં સૌથી વધુ ૫૭૧૬ રનના રેકૉર્ડ બાદ હવે વિરાટ સૌથી વધુ રન બનાવનાર કૅપ્ટન બન્યો છે. ગઈ કાલે ૪૮ રનની ઇનિંગ્સ દરમ્યાન ૧૦મો રન બનાવતાની સાથે વિરાટે મહેન્દ્ર સિંહ ધોનીના ૪૨૭૫ રનનો રેકૉર્ડ તોડ્યો હતો. વિરાટના કૅપ્ટન તરીકે ૪૩૧૪ રન થયા છે. આ યાદીમાં ત્રીજા નંબરે ૩૫૧૮ રન સાથે કલકત્તાનો ભૂતપૂર્વ કૅપ્ટન ગૌતમ ગંભીર છે. 

કોહલીની રેકૉર્ડ ૨૦૦મી મૅચ

વિરાટ કોહલીની ગઈ કાલની મૅચ બૅન્ગલોર ટીમ વતી ૨૦૦મી મૅચ હતી, જેમાં ૧૮૫ આઇપીઅેલમાં અને ૧૫ ચૅમ્પિયન્સ લીગમાં રમ્યો છે. આ સાથે તેણે અેક જ ટીમ વતી સૌથી વધુ મૅચ રમવાના તેના રેકૉર્ડને વધુ મજબૂત કરવા સાથે અેક લૅન્ડમાર્ક પણ હાંસલ કર્યો હતો. પાંચમી ઑક્ટોબરે વિરાટે ૧૯૭મી મૅચ રમીને ઇંગ્લૅન્ડની ક્લબ સમરસેટ વતી સૌથી વધુ ૧૯૬ મૅચ રમવાનો જેમ્સ હિલ્ડરેથનો રેકૉર્ડ તોડ્યો હતો.

વિરાટની વાઇટ અંધશ્રદ્ધા
વિરાટ કોહલી હંમેશાં બૅટિંગ કરતી વખતે વાઇટ શૂઝ જ પહેરે છે. ઇન્સ્ટાગ્રામ પર અેક ઇન્ટરવ્યુ દરમ્યાન વિરાટે કબૂલ કર્યું હતું કે અંધશ્રદ્ધાને લીધે હું હંમેશાં વાઇટ શૂઝ પહેરીને બૅટિંગ કરવા મેદાનમાં ઊતરું છું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK