IPL 2020: આજે બાઝીગર કલકત્તાનો બૅન્ગલોરના ધુરંધરો સામે થશે મુકાબલો

Published: 12th October, 2020 18:49 IST | IANS | Sharjah

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બે સમકક્ષ અને દમદાર ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચે મુકાબલો થવાનો છે.

 કોહલી
કોહલી

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બે સમકક્ષ અને દમદાર ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચે મુકાબલો થવાનો છે. કલકત્તા આ ટુર્નામેન્ટમાં પોતાની છેલ્લી બે મૅચ જીતવામાં સફળ રહી હતી અને આજે તે જીતની હૅટ-ટ્રિક કરવા મેદાનમાં ઊતરશે, જ્યારે વિરાટ કોહલીના ધુરંધરો ચેન્નઈ સુપર કિંગ્સને ૩૭ રનથી હરાવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર હશે. પૉઇન્ટ ટેબલ પ્રમાણે કલકત્તા અને બૅન્ગલોર અત્યાર સુધી ટુર્નામેન્ટમાં છ-છ મૅચ રમીને ચાર-ચાર મૅચ જીતી ચૂકી છે.

 cricket
કલકત્તાની બૅટિંગમાં વિસંગતતાઓ
કલકત્તાના બૅટિંગ પર્ફોર્મન્સની વાત કરીએ તો એ સતત વિસંગતિઓથી ભરેલી રહી છે. બે હાફ સેન્ચુરી ફટકારી ચૂકેલો યુવા પ્લેયર શુભમન ગિલ સારા ફૉર્મમાં છે. સુનીલ નારાયણના સ્થાને આવેલો ઓપનર રાહુલ ત્રિપાઠી ચેન્નઈ સામે ૮૧ રન કરવામાં સફળ રહ્યો હતો, પણ પંજાબ સામે નિષ્ફળ રહ્યો હતો. નીતીશ રાણા સારા ફૉર્મમાં દેખાઈ રહ્યો છે, ખુદ કૅપ્ટન દિનેશ કાર્તિકને પણ પોતાના નબળા પર્ફોર્મન્સ માટે આલોચકોના શિકાર બનવું પડ્યું છે. હા, છેલ્લી બે ગેમથી કલકત્તાનું બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું પ્રદર્શન કરતું જોવા મળી રહ્યું છે, જેને કારણે તેઓ મૅચ જીતવામાં સફળ રહ્યા છે.
વિરાટ કોહલી ફૉર્મમાં
ચેન્નઈ જેવી ચૅમ્પિયન ટીમને હરાવ્યા બાદ બૅન્ગલોરનો આત્મવિશ્વાસ ચોક્કસપણે વધ્યો હશે અને ખાસ કરીને ત્યારે જ્યારે તેનો કૅપ્ટન વિરાટ કોહલી ફુલ ફૉર્મમાં છે. ચેન્નઈ અને દિલ્હી સામે કોહલીએ સારી એવી ફાઇટ આપી હતી, બોલિંગ ડિપાર્ટમેન્ટમાં યુઝવેન્દ્ર ચહલ ક્રિસ મૉરિસ સાથે મળીને ટીમ માટે પાયાની ભૂમિકા ભજવી રહ્યો છે. એવામાં આ બે ટીમ વચ્ચે કઈ ટીમ આજે બાજી મારી જશે એ જોવા જેવું રહેશે.

IPLમાં કોણ કેટલાં પાણીમાં?

ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
મુંબઈ ઇન્ડિયન્સ ૭ ૫ ૨ ૧૦ ૧.33
દિલ્હી કૅપિટલ્સ ૭ ૫ ૨ ૧૦ ૧.૦૪
કલકત્તા નાઇટ રાઇડર્સ ૬ ૪ ૨ ૮ ૦.૦૨
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર ૬ ૪ ૨ ૮ -૦.૮૨
સનરાઇઝર્સ હૈદરાબાદ ૭ ૩ ૪ ૬ ૦.૧૫
રાજસ્થાન રૉયલ્સ ૭ ૩ ૪ ૬ -૦.૮૭
ચેન્નઈ સુપર કિંગ્સ ૭ ૨ ૫ ૪ -૦.૫૯
કિંગ્સ ઇલેવન પંજાબ ૭ ૧ ૬ ૨ -૦.૩૮

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK