આઇપીએલ ૨૦૨૦ શૉર્ટ ટાઇમ માટે રમાડવામાં આવશે : સૌરવ ગાંગુલી

Published: Mar 16, 2020, 11:39 IST | Mumbai Desk

દુનિયામાં શું ચાલી રહ્યું છે અને કોરોના વાઇરસ પર કેટલો કન્ટ્રોલ છે એ જોવું પડશે. અમે દર અઠવાડિયે આ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને એ માટે સતત ઘણી ઑથોરિટીઝ સાથે વાત કરી રહ્યા છીએ.’

સૌરવ ગાંગુલીનું કહેવું છે કે આઇપીએલ ૨૦૨૦ને શૉર્ટ ટાઇમ માટે રમાડવામાં આવશે. ૨૯ માર્ચે શરૂ થનારી આઇપીએલને હવે ૧૫ એપ્રિલ સુધી પોસ્ટપોન્ડ કરવામાં આવી છે. આ વિશે સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ‘જો આ ટુર્નામેન્ટ રમાડવામાં આવે તો પણ એને શૉર્ટ ટાઇમ માટે રમાડવામાં આવશે, કારણ કે એ ૧૫ એપ્રિલે શરૂ થાય તો પણ આપણી પાસે ૧૫ દિવસ ઓછા થઈ ગયા છે. કેટલી મૅચ રમાડવામાં આવશે, કેટલા શૉર્ટ ટાઇમ માટે હશે એ વિશે કંઈ કહી શકું એમ નથી. આ માટે હજી અમને એક અઠવાડિયાનો સમય લાગશે. દુનિયામાં શું ચાલી રહ્યું છે અને કોરોના વાઇરસ પર કેટલો કન્ટ્રોલ છે એ જોવું પડશે. અમે દર અઠવાડિયે આ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને એ માટે સતત ઘણી ઑથોરિટીઝ સાથે વાત કરી રહ્યા છીએ.’

આઇપીએલ આ વર્ષે કેટલા દિવસની હશે એ નક્કી નથી. આ વિશે ગાંગુલીએ કહ્યું હતું કે ‘આ સમયે કોઈ પણ કમેન્ટ કરવી શક્ય નથી. અમે આઇપીએલ રમાય એને જેટલું પ્રાધાન્ય આપી રહ્યા છીએ એટલું જ પ્રાધાન્ય લોકોના સ્વાસ્થ્યને પણ આપી રહ્યા છીએ.’

આઇપીએલ વિશે આગામી નિર્ણય માર્ચના અંત સુધીમાં લેવાશે

ભારતીય ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે તેઓ આઇપીએલ વિશેનો આગામી નિર્ણય આ મહિનાના અંત સુધીમાં લઈ લેશે. શનિવારે આઇપીએલના માલિકો અને બીસીસીઆઇ વચ્ચે મીટિંગ થઈ હતી. આ મીટિંગમાં માલિકોએ કહ્યું હતું કે તેઓ ખાલી સ્ટેડિયમમાં પણ મૅચ રમાડવા તૈયાર છે અને એથી એ રમાડવી જોઈએ. જોકે આ ટુર્નામેન્ટને ખાલી સ્ટેડિયમમાં રમાડવી કે પછી એને હાલ પૂરતી કૅન્સલ રાખવી એનો નિર્ણય આ મહિનાના અંત સુધીમાં લેવામાં આવશે, કારણ કે કોરોના વાઇરસ પર કન્ટ્રોલ કરવો એ સરકારની પ્રાયોરિટી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK