IPL 2020: સુરેશ રૈનાએ ટ્વીટર પર ચેન્નઈ સુપર કિંગ્સને અનફૉલો કર્યું?

Published: 27th September, 2020 12:36 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સોશ્યલ મીડિયા પર ફૅન્સ સુરેશ રૈનાની વાપસીની માંગ કરી રહ્યાં છે

સુરેશ રૈનાની ફાઈલ તસવીર
સુરેશ રૈનાની ફાઈલ તસવીર

ભારતીય ટીમનો  પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) આ વર્ષે ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની ૧૩મી સીઝનમાં નથી રમી રહ્યો છતા તે સતત ચર્ચામાં અને સમાચારોમાં હોય છે. ક્રિકેટના ફૅન્સ ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની હાર બાદ હંમેશા સુરેશ રૈનાને ટીમમાં પરત લાવવાની માંગ કરી રહ્યાં છે. પણ એવું લાગી રહ્યું છે કે, સુરેશ રૈના અને ચેન્નઈ સુપરકિંગ્સના રસ્તા અલગ-અલગ થઈ ગયા છે. રૈનાએ CSKને માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter) પર અનફૉલો કરી દીધું છે. અહેવાલો મુજબ રૈનાએ શનિવારથી CSKને ફૉલો કરવાનું બંધ કરી દીધું છે.

શુક્રવારે ચૈન્નઈની સતત બીજી હાર બાદ સોશ્યલ મીડિયા પર ફૅન્સ સુરેશ રૈનાની વાપસીની માંગ કરી રહ્યા હતા. ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે પણ રવિવારે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ હાર બાદ કહ્યું હતું કે, રૈના અને રાયડૂ ન હોવાના કારણે ટીમ વિખેરાઈ ગઈ છે. બાદમાં રૈનાની વાપસીને લઈને CSKના સીઇઓ કાસી વિશ્વનાથને કહ્યું કે, રૈનાની વાપસી મુશ્કેલ લાગી રહી છે. જુઓ હાલમાં અમે રૈનાને પરત લાવવાનો વિચાર નથી કરી શકતા. તે જાતે ભારત પરત ગયા હતા. અમે લોકો તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ. ક્રિકેટમાં હાર અને જીત થતી રહેતી હોય છે. અમે લોકો જરૂર વાપસી કરીશું.

અહેવાલો અનુસાર ટીમના સીઇઓની વાતો સાંભળ્યા બાદ સુરેશ રૈનાએ CSKને ટ્વિટર પર અનફૉલો કરવાનો નિર્ણય લીધો. છેલ્લા કેટલાક દિવસોગી રૈના સતત કાશ્મીરમાં ટ્રેનિંગ કરતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: IPL 2020: હવામાં કુદકો મારીને ધોનીએ પકડયો કેચ, વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વર્ષે આઈપીએલ શરૂ થવાના થોડાક દિવસો પહેલા અંગત કારણોથી સુરેશ રૈના ભારત પરત ફર્યો હતો. પરંતુ બાદમાં ચૈન્નઈ સુપરકિંગ્સના માલિક એન. શ્રીનિવાસને રૈનાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. રૈના આઈપીએલ છોડીને ભારત પરત આવવાના કારણે ટીમના માલિક એન. શ્રીનિવાસ તેનાથી ખૂબ નારાજ છે. તેઓએ થોડા દિવસો પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, રૈના હોટલના રૂમને લઈને નારાજ થઈને ભારત પરત આવી ગયો હતો. તેની સાથે જ શ્રીનિવાસને એવું પણ કહ્યું હતું કે સફળતા તેમના માથા પર ચઢી ગઈ છે. શ્રીનિવાસને કહ્યું હતું કે, ક્રિકેટર્સ પોતાને કંઈક ખાસ સમજવા લાગે છે. CSK હંમેશાથી પરિવારની જેમ રહ્યા છે અને તમામ સીનિયર ક્રિકેટરોએ તેમાં રહેવાનું શીખ્યા છે. મારો વિચાર છે કે જો તમે કોઈ વાત પર અડગ છો કે પછી કોઈ વાતથી નાખુશ છો, તો પરત જાઓ. હું કોઈને કંઈ કરવા માટે દબાણ નથી કરતો. ક્યારેક સફળતા માથે ચઢી જાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK