IPL 2020: SRH vs KXIP: ઓપનરો અને યુવાઓના જોશનો જંગ

Published: 8th October, 2020 10:02 IST | Agency | Dubai

પંજાબ અને હૈદરાબાદ બન્નેના ટૉપના બૅટ્સમેનો ફૉર્મમાં છે અને યુવાઓ ધીમે-ધીમે ખીલી રહ્યા છે

મંયક અગરવાલ
મંયક અગરવાલ

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનમાં આજનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે છે. હૈદરાબાદે પ્રથમ બન્ને મૅચ હારીને ખરાબ શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ સતત બે જીત સાથે કમબૅક કર્યું હતું, પણ છેલ્લે મુંબઈ સામે ફરી એણે હાર જોવી પડી હતી. આમ કુલ પાંચ મૅચમાં બે જીત અને ત્રણ હાર સાથે પૉઇન્ટ-ટેબલમાં પાંચમા નંબરે છે. જ્યારે પંજાબે દિલ્હી સામે ટાઇ બાદ હાર સાથે સીઝનની શરૂઆત કરી હતી, પણ બીજી મૅચમાં બૅન્ગલોર સામે જીત સાથે શાનદાર કમબૅક કર્યું હતું. જોકે ત્યાર બાદ લોકેશ રાહુલ, મયંક અગરવાલ અને મોહમ્મદ શમીની મહેનત પર પાણી ફરી વળતાં છેલ્લી ત્રણેય મૅચમાં હાર જોવી પડી રહી છે. આમ બન્ને ટીમો પૉઇન્ટ-ટેબલ પર વધુ બે પૉઇન્ટ મેળવવા આજે જાન કી બાજી લગાવી દેશે.

priyam

મૅક્સવેલનું મૅજિક કે ગેઇલની એન્ટ્રી?

પંજાબ ટીમનો બધા ભાર ઓપનરો લોકેશ રાહુલ અને મયંક અગરવાલ જ ઉઠાવી રહ્યા છે. નિકોલસ પૂરન તેના નામ પ્રમાણે હજી પરાક્રમ નથી કરી શક્યો, પણ ગ્લેન મૅક્સવેલના ઇંગ્લૅન્ડ સામેની સિરીઝના ફૉર્મને જોતાં પંજાબને તેની પાસેથી મોટી અપેક્ષા હતી, પણ હજી તે તેનું મૅજિક નથી બતાવી શક્યો. યુનિવર્સલ બૉસ ક્રિસ ગેઇલને પંજાબે હજી મેદાનમાં નથી ઉતાર્યો અને આજે કદાચ એને માટે વિચારી શકાય છે. જોકે એ માટે પૂરન કે વિદેશી બોલરો ક્રિસ જૉર્ડન કે શેલ્ડન કૉટ્રેલમાંથી કોઈ એકને બહાર કરવો પડશે. બોલિંગ પંજાબની કમજોર કડી સાબિત થઈ રહી છે. ચેન્નઈ સામે ૧૦ વિકેટે હાર જોવી પડી હતી તો રાજસ્થાન સામે ૨૨૩ રન બનાવવા છતાં હાર જોવી પડી હતી. બોલરોનો ભાર પણ મોહમ્મદ શમી એકલો જ ઉઠાવી રહ્યો છે. યુવા સ્પિનર રવિ બિશ્નોઈ તનતોડ મહેનત કરી રહ્યો છે અને તેને અનુભવની કમી મહેસૂસ થાય છે. મુજીબુર રહેમાન જેવા સ્પિનર માટે આજે ટીમના દરવાજા ખૂલી શકે છે.

પંજાબ સામે હૈદરાબાદ ભારે

પંજાબ ટીમના બે કે ત્રણ ખેલાડીઓ જ પાવર બતાવી રહ્યા છે, જ્યારે હૈદરાબાદ અેક ટીમ તરીકે ધીમે-ધીમે ખીલી રહી છે. સિનિયરો ફ્લૉપ જતાં યુવાઓ બાજી સંભાળી રહ્યા છે. બન્ને ટીમના ઓપનરો ફુલ ફૉર્મમાં છે અને યુવાઓ ટૅલન્ટ બતાવવા આતુર હોવાથી આજે જંગ બરાબરનો જામવાની આશા છે. હૈદરાબાદના ટૉપ થ્રી વૉર્નર, બેરિસ્ટો અને મનીષ પાન્ડે ટચમાં છે તો રાશિદ ખાન અને ટી. નટરાજન અસરકારક. હૈદરાબાદને ઇન્જરીને લીધે ટુર્નામેન્ટમાંથી આઉટ થનાર ભુવનેશ્વકુમારની ખોટ બરાબરની સાલશે. જો હૈદરાબાદે મોહમ્મદ નબી કે ફેબિયન ઍલનને મોકો આપવો હશે તો વિલિયમસનને ડ્રૉપ કરવો પડશે, કેમ કે કૅપ્ટન વૉર્નર, વિકેટકીપર- બૅટ્સમેન જૉની બેરસ્ટો અને સ્ટાર સ્પિનર રાશિદ ખાનનું સ્થાન ટીમમાં પાક્કું છે.

પંજાબ સામે હૈદરાબાદ પાવરફુલ

બન્ને ટીમો વચ્ચે કુલ ૧૪ જંગમાં પંજાબ ફક્ત ચાર જ જીતી શક્યું છે જ્યારે હૈદરાબાદે ૧૦ વિજય સાથે દબદબો બનાવ્યો છે. જોકે ૨૦૧૪માં યુએઈમાં શારજાહના જંગમાં પંજાબે પાવર બતાવ્યો અને જીતનો હીરો હતો મૅક્સવેલ. મૅક્સવેલે ત્યારે ૪૩ બૉલમાં ૯ સિક્સર અને પાંચ ફોર સાથે ૯૫ રન ફટકાર્યા હતા. આજે મૅક્સવેલના એ મૅજિકની પંજાબને ખાસ જરૂર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK